સલમાન ખાન સ્માર્ટફોન કંપની રિઅલમીનો બ્રાન્ડ એમ્બેસેડેર બન્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-26 14:50:55
  • Views : 404
  • Modified Date : 2020-02-26 14:50:55

સલમાન ખાન સ્માર્ટફોન બ્રાન્ડ રિઅલમીનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે. સલમાન ખાન રિઅલમીની 6 સીરિઝ લોન્ચ કરવાનો છે. કંપનીના વાઈસ પ્રેસિડન્ટ તથા ભારતના સીઈઓ માધવ શેઠે કહ્યું હતું કે સલમાન ખાન રિઅલીમી 6 તથા રિઅલમી 6 પ્રોને એન્ડોર્સ કરશે. સલમાન ખાન પૂરા ભારતમાં અલગ-અલગ રાજ્યો તથા લોકોમાં માસ અપીલ ધરાવે છે અને તેથી જ તેમના માટે સલમાન બેસ્ટ ચોઈસ છે.વધુમાં માધવ શેઠે કહ્યું હતું કે તેમની કંપની સાથે સલમાન ખાન જોડાતા તેઓ બહુ લાંબો જમ્પ મારશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગ્રાહકોને રિઅલીમી 6 તથા રિઅલમી 6 પ્રો જરૂરથી પસંદ આવશે. આ ફોન પાંચ માર્ચે બપોરના 12.30 વાગે લોન્ચ કરવામાં આવશે કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના મતે, રિઅલમી વર્ષ 2019ની વિશ્વની ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ સ્માર્ટફોન બ્રાન્ડ છે. ભારતમાં સ્માર્ટફોન માર્કેટમાં રિઅલમી ચોથા સ્થાને અને વિશ્વમાં સાતમા સ્થાને છે.

Download Our B K News Today App



Related News