ઉત્તર ગુજરાતના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓની સલામતી માટે સતર્કતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 12:56:59
  • Views : 312
  • Modified Date : 2020-03-18 12:56:59

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીને લઇ ધાર્મિક સ્થાનો પર દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સલામતી માટે ખાસ પગલાં લેવાઇ રહ્યાં છે. તીર્થધામ બહુચરાજી, અંબાજી અને શામળાજી મંદિરમાં સેનેટાઇઝરથી હાથ ધોયા બાદ મંદિરમાં પ્રવેશ અપાય છે. તો અંબાજી મંદિરમાં ગેટ નંબર 7, 8 અને 9 પ્રવેશ માટે બંધ કરાયાં છે. મુખ્ય પ્રવેશદ્વાર શક્તિદ્વારથી જ પ્રવેશ અપાય છે. શામળાજી મંદિરમાં દર્શન માટે 10થી વધુ ભક્તો એકઠા ના થાય તેની તકેદારી રખાઇ રહી છે. પુરાતત્વ વિભાગ હસ્તકના મોઢેરા સૂર્યમંદિર અને પાટણની રાણીની વાવમાં 31મી માર્ચ સુધી પ્રવેશ બંધ કરાયો છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં વિદેશીઓ માટે પ્રવેશબંધી કરાઇ છે. મહેસાણા જિલ્લાના 149 અને પાલનપુરમાં વિદેશથી આવેલા 17 નવા લોકોને 14 દિવસ માટે ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. જ્યારે જાહેરમાં થૂંકતાં પાલનપુર સહિત બનાસકાંઠામાં 40 લોકો પાસેથી રૂ. 20 હજાર અને હિંમતનગરમાં 52 લોકો પાસેથી રૂ.2600 દંડ વસૂલ્યો હતો. બનાસકાંઠાના વાવમાં ભાગવત સપ્તાહ મોકૂફ રખાઈ છે. જ્યારે રેલવે વિભાગે મહેસાણા, પાલનપુર, પાટણ, ઊંઝા અને સિદ્ધપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના રૂ.10ના બદલે રૂ.50 કરી દીધા છે. માર્કેટયાર્ડના ચેરમેન દિનેશભાઇ પટેલે જણાવ્યું કે, કોરોના વાઇરસને પગલે વેપારીઓને માસ્ક પહેરવા, સેનેટાઇઝરથી હાથ ધોવા તેમજ યાર્ડમાં 3 ફોગ મશીનથી દવા છંટકાવનો પ્રારંભ કરાયો છે. વિદેશ જઇને આવેલા વેપારીઓ તેમજ વિદેશીઓ માટે માર્કેટયાર્ડમાં 15 દિવસ માટે પ્રતિબંધ મૂકાયો છે. બેઠક યોજવાનું મુલતવી રાખ્યું છે. ભોજનાલયમાં મોઢે માસ્ક પહેરીને ભોજન પીરસાય છે. શક્તિપીઠ બહુચરાજી ખાતે બહુચર માતાજીના મંદિરમાં ગેટ પાસે જ સેનેટાઇઝરની વ્યવસ્થા કરાઇ છે. જ્યાં મંગળવારે દર્શનાર્થીઓ હાથની સફાઇ કર્યા બાદ મંદિરમાં પ્રવેશ લેતા જોવા મળ્યા હતા. બપોરે 12 વાગે દર્શનાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. તો શામળાજી મંદિરમાં પણ હાથ ધોઇને જ મંદિરમાં પ્રવેશ અપાય છે. અહીં ગર્ભગૃહમાં 10થી વધુ ભક્તો ભેગા ન થાય તેની વિશેષ કાળવી લેવાઇ રહી છે. નગરપાલિકામાં મંગળવારે રજૂઆત માટે આવતા અરજદારોને બેઠક ગેલેરીમાં કોર્પોરેટર સંજય બ્રહ્મભટ્ટે થર્મલ મશીનથી ટેમ્પરેચર માપન કર્યું હતું.બેંક કર્મીઓ પણ માસ્કમાં |કોરોના વાયરસને લઇ સાવચેતીરૂપે મહેસાણામાં જનતા સુપર માર્કેટ એસબીઆઇ તેમજ બહુમાળી ભવન નજીક બેંક ઓફ બરોડામાં મંગળવારે કેટલાક કર્મચારીઓ મોઢે માસ્ક પહેરીને કામકાજ કરતા જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News