સલામ ગાંધીનગર...! સ્વયંભૂ જનતા કરફ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-23 13:18:45
  • Views : 590
  • Modified Date : 2020-03-23 13:18:45

સલામ ગાંધીનગર...! સ્વયંભૂ જનતા કરફ્યુલોકજાગૃતિથી કોરોનાના કહેર સામે એકસાથે લડવાની પ્રતિબદ્ધતા કોઇ રમખાણો કે રાજકીય અથવા સામાજિક બંધના એલાન કરતાં પણ ઐતિહાસિક સફળતા ઃ સવારથી જ મેં મહિનાના ભરબપોર જેવો માહોલ  કોરોના વાયરસને અટકાવવા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ  જનતા કર્ફ્યુ રાખવાની અપીલ કરી હતી. જેમાં ગાંધીનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં  જનતા કરફ્યુને લોકોએ સ્વયંભૂ જોરદાર પ્રતિસાદ આપ્યો હતો. જેમાં કોઇ રમખાણો કે રાજકીય અથવા સામાજિક બંધના એલાન કરતા લોકજાગૃતિથી જનતા કર્ફ્યુનો અમલ કરી કોરોનાના કહેર સામે એકસાથે સુસજ્જ થઈ લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. લોક જાગૃતિના કારણે  સમગ્ર ગાંધીનગર શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારમાં જનતા કરફયુને સહયોગ  આપવા માટે જિલ્લા વાસીઓ સ્વયંમૂ આગળ આવ્યા હતા.   ગાંધીનગરમાં દૂધ અને અખબારના વિતરણની કામગીરી સવારના ૬. ૩૦ કલાક સુધી પૂર્ણ થઇ ગઇ હતી. ગાંધીનગરના હાર્દસમાં વિસ્તારમાં વહેલી સવારથી કાર્યરત થતા  ચા-પાન – મસાલાના ગલ્લાઓ પણ સવારથી જ ખુલ્યા નહતા. દિવસ ઉગતો જતો હતો, તેમ લોકો પણ પોતે જનતા કરફ્યુનું સ્વયંમ પાલન કરવા માંગતા હોય તેમ કસરત કે ચાલવા જવાનું ટાળી દઇ પોતાના પરિવાર સાથે સવારની ચા-પાણી કરવાનું પસંદ કર્યુ હતું.  સામાન્ય રીતે નગરમાં સવારના ૯ કલાકે ચાલુ થતાં ધંધા- રોજગારના શટર ખુલ્યા ન હતા.  સમગ્ર ગાંધીનગના હાર્દસમા માર્ગ જેવા કે ઘ, ચ, ક, ખ, જ માર્ગ સહિત દરેક સેક્ટરો અને તેનાં શોપિંગમાં સવારનો માહોલ જાણે મે મહિનાના ભરબપોર જેવો લાગતો હતો. સવારથી ગાંધીનગરની પળે પળની માહિતી આપવા માટે નીકળેલા મીડિયા કર્મીઓને કયાંક એકલ દોકલ વ્યક્તિ જેવા મળતી હતી. પરંતુ આવી વ્યક્તિ પણ ના છુટકે અને ખૂબ અગત્યનું કામ હોવાના કારણે જ બહાર નીકળી હોય તેવું લાગતું હતું.   ગાંધીનગરના મુખ્ય બજારો કે જે રવિવારે સવારથી ચાલું થઇ જાય છે, તેવા શોપિંગ સેન્ટરની એક એક દુકાનના શટર પડેલા હતા. માત્ર દવાની દુકાન ખુલ્લી જેવા મળતી હતી. જનતા કરફ્યુના કારણે સૂમસામ બનેલા માર્ગા પર કોઇ અન્છિનીય બનાવ ન બને તે માટે મોટા ભાગના સર્કલ પર પોલીસ કર્મીઓ ખેડપગે સેવા આપતા જોવા મળ્યા હતા. ગાંધીનગર સિવીલ હોસ્પિટલના ર્ડાકટરો અને અન્ય મેડિકલ સ્ટાફ સહિત ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓએ  પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી અદા કરતા માલૂમ પડયા હતા. જિલ્લાની કચેરીમાં પણ  પોતાની ફરજને અદા કરવા અનેક કર્મચારીઓએ ઓફિસમાં ઉમદા ભાવથી અને ઉત્સાહપૂર્વક પોતાની ફરજ અદા કરી હતી. 

 

Download Our B K News Today App



Related News