પાલનપુરમાં જનતા કરફ્યુ સફળ ઃ જડબેસલાક બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-23 12:36:20
  • Views : 498
  • Modified Date : 2020-03-23 12:36:20

પાલનપુરમાં જનતા કરફ્યુ સફળ ઃ જડબેસલાક બંધ 

કોરોનાની મહામારીને નાથવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે જનતા કરફ્યુનું આહ્વાન કર્યું છે. જેને પાલનપુરમાં સારો પ્રતિસાદ મળ્યો છે. સમગ્ર પાલનપુરએ જનતા કરફ્યુને સમર્થન આપતા સ્વયંભૂ બંધ પાળ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની મહામારીને રોકવા માટે આજે દેશવાસીઓને જનતા કરફ્યુનું આહ્વાન કર્યું હતું. ત્યારે પાલનપુરમાં લોકો વડાપ્રધાનની અપીલને વ્યાપક સમર્થન આપતા જનતા કરફ્યુમાં જોડાયા હતા. પાલનપુર શહેરના જાહેર માર્ગો સહિત ગલી-મહોલ્લા પણ સુમસામ ભાસતા હતા. પાલનપુરવાસીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વડાપ્રધાનની અપીલને સંપૂર્ણ સમર્થન આપી જનતા કરફ્યુને સફળ બનાવ્યું હતું. લોકોએ આજે ઘરમાં પુરાઈ રહી પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. દરમિયાન સાંજે ૫ વાગે લોકોએ થાળી, ઘંટડી અને શંખ વગાડી આ મહામારીને નાથવામાં રોકાયેલા આરોગ્ય, પોલીસ અને મીડિયાકર્મીઓ સહિતના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.  


Download Our B K News Today App



Related News