દિયોદર શહેર અને ગામડાઓમાં સજ્જડ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-23 12:47:18
  • Views : 427
  • Modified Date : 2020-03-23 12:47:18

દિયોદર શહેર અને ગામડાઓમાં સજ્જડ બંધ દિયોદર શહેર અને તાલુકામાં  નહિવત પ્રકારની ચહલપહલ જોવા મળી હતી.  દિયોદરના બજારો સજ્જડ બંધ રહેવા પામ્યા હતા. અને તેની અસર સીધી ગામડાઓમાં પણ જોવા મળી. ગામડાઓ પણ  બંધ જોવા મળ્યા હતા. માત્ર પોલીસ વ્યવસ્થ સચવાય તે હેતુ જોવા મળી હતી. જ્યારે આરોગ્ય વિભાગ સતત સર્વે કરતો જોવા મળ્યો હતો. તે ખરેખરમાં અભિનંદનને પાત્ર કહી શકાય.  દિયોદર તાલુકામાં વસતા તમામ જનતા  વડા પ્રધાનની અપીલને અનુસાર જનતા કરફ્યુમાં જોડાયા હતા. આમ જનતા કરફ્યુ દિયોદર શહેરમાં અને ઓઢા, રૈયા, કોતરવાડા, પાલડી, ડુંચકવાડા, સોની ધરાડવ સહિત તાલુકાના તમામ ગામોમાં જાવા મળ્યું હતું.આ બાબતે પૂર્વ સરપંચ કે.પી.માળીએ જણાવ્યું હતું કે  આપણા વડાપ્રધાને જનતા કરફ્યુમાં જોડાવવા અપીલ કરીને કોરોના વાઇરસને મહાત કરવાની લોકજાગૃતિ માટેનો પ્રયાસ સરાહનીય છે અને આજે દિયોદર સહિત આખો તાલુકો પણ જોડાયો છે જે આંનદ અને અભિનંદનને લાયક છે.


Download Our B K News Today App



Related News