૨૦૨૦ માં રોજ નવી ઊર્જા સાથે જીવન જીવો, આનંદ સાથે દિવસ પસાર કરો યોગગુરૂ શૈલેષજી રાઠોડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 16:55:29
  • Views : 435
  • Modified Date : 2020-01-06 16:55:29


નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. આજે જે તારીખ છે તે આવતા વર્ષમાં પણ આવશે.
પણ આજનો દિવસ ફરી પાછો નહીં આવે, તેથી જીવનને ઉર્જામય બનાવો આખો દિવસ મોં  પર હાસ્ય રાખો અને આનંદ સાથે જીવન પસાર કરો. સકારાત્મક વિચાર સાથે દરરોજ યોગ કરો તો ખુશી તમને શોધતી આવશે એવું આર્ટ ઓફ લિવિંગના યોગગુરૂ શૈલેષ રાઠોડ જણાવ્યું હતું.
શિયાળાની ઋતુમાં ઠંડીની મોસમ જામી છે ત્યારે  ડીસા વાસીઓ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે. ડીસાના સ્પોટ્‌ર્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા યોગ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. યોગ મહોત્સવમાં પધારેલા યોગગુરૂ શૈલેષજી રાઠોડે  શરૂઆત યોગ ધ્યાન અને પ્રાણાયામથી કરી હતી. ત્યારબાદ હળવી કસરત દ્વારા દિવસની શરૂઆત કેવી રીતે કરી શકાય તે જણાવ્યું હતું. પ્રવચનમાં યોગગુરૂ શૈલેષજી રાઠોડ જણાવ્યું કે જીવનમાં સ્થિર બનાવવાની ખૂબ જ જરૂર છે મનને સ્થિર કરો.દિવસની શરૂઆત હાસ્ય અને સકારાત્મક વિચારો સાથે કરો. આનંદમાં રહો તણાવ દૂર કરવા યોગ તરફ વધવા તેઓ અનુરોધ કર્યો હતો. વર્ષ ૨૦૨૦માં નવી ઉર્જા સાથે જીવન જીવો.


Download Our B K News Today App



Related News