શહીદ જવાનના પરિવારને 50 હજારની સહાય, જિ. પં.નું 22 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 12:02:21
  • Views : 409
  • Modified Date : 2020-03-17 12:02:21

 બનાસકાંઠા જિલ્લા પંચાયતના બજેટને લઈ સામાન્ય સભા સોમવારે બપોરે એક વાગે સભાગૃહમાં મળી હતી. જ્યાં 22 કરોડના પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું. જેમાં જિલ્લામાં ક્યાંય પણ બીએસએફ કે આર્મીના જવાનના આકસ્મિક નિધનના કિસ્સામાં 50 હજારની સહાય જ્યારે જિલ્લા પંચાયતના કર્મચારીની કે જિલ્લા પંચાયત સદસ્યના આકસ્મિક નિધનના કિસ્સામાં 2 લાખની સહાય આપવાનો ઠરાવ કરાયો છે. કોરોના વાયરસને લગતી પત્રિકાઓ જિલ્લા પંચાયત સભ્યોને વહેંચવામાં આવી હતી. કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતના નવ હોલનું ડીડીઓ અને પ્રમુખ પિનલબેન ઘાડીયા રિબીન કાપી ઉદ્દઘાટન કર્યા બાદ સભામાં પ્રવેશ કર્યો હતો. સભામાં 2019-20નું સુધારેલું અને 2020-21નું વાર્ષિક અંદાજપત્ર જિલ્લા પંચાયત પ્રમુખ પીનલબેનએ રજૂ કરતા જણાવ્યું હતું કે "જુદી-જુદી શાખાઓમાં વિકાસ કામો કરવામાં આવનાર છે. જોકે જિલ્લા પંચાયતના યોજનાકીય બજેટ અને સ્વભંડોળના બજેટમાં અલગ-અલગ પૂરાંત છે. યોજનાકીયમાં 306 કરોડ 62 લાખ જ્યારે સ્વભંડોળમાં 22 કરોડની પૂરાંતવાળું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ક્યાંય પણ કોઈ બીએસએફ કે આર્મીના જવાનના આકસ્મિક નિધનના કિસ્સામાં 50 હજારની સહાય જ્યારે જિલ્લા પંચાયતના કોઇપણ કર્મચારીની કે જિલ્લા પંચાયત સદસ્યના આકસ્મિક નિધનના કિસ્સામાં 2 લાખની સહાય આપવાનો ઠરાવ કરાયો છે. આ ઉપરાંત જે શાળામાં 500થી વધુની છાત્રોની સંખ્યા છે ત્યાં માઈક સેટ આપવાનો પણ ઠરાવ કરાયો છે.’ આ મહત્વના ઠરાવો થયા > રાજ્ય સરકાર નિધિ મેળવવા માટે વિનંતી કરતો ઠરાવ > 25 લાખ સભ્યોને અને 40 લાખ પ્રમુખને ફાળવવા ઠરાવ > 500થી વધુની સંખ્યા હોય તે શાળામાં માઇક સેટ આપવા ઠરાવ > 1 લાખના બાંકડા દરેક સભ્યને ફાળવવા ઠરાવ આ કામો મંજુર કરવા માંગ ઉઠી > 1હજાર ઓરડા નવા મંજુર કરવા સરકારમાં દરખાસ્ત કરવી જેથી બાળકોને ખુલ્લામાં કે જર્જરિત ઓરડાઓમાં ન ભણવું પડે > ● કરમાવત તળાવ આજુબાજુ કુદરતી પહાડ છે એક સાઈડ પાળો બનાવી પાણી રોકવા દરખાસ્ત જેથી 150 ગામોને સિંચાઈ થઈ શકે > ચાલુ ફરજે અવસાન થયેલા શહીદ સૈનિકના પરિવારને 50 હજારની જોગવાઈ કરી હતી જે વધારીને બે લાખ કરવા માંગ > કલ્યાણ તંત્ર ભવન રીનોવેશન કરી ભાડે આપી ઉપજ ઉભી કરવી જોઈએ. કોની પાછળ કેટલા ખર્ચાશે > વિકાસ અને પંચાયત ક્ષેત્રે 14.60 કરોડ > શિક્ષણ ક્ષેત્રે 38.95 લાખ > આરોગ્યક્ષેત્રે ક્ષેત્રે 16. 75 લાખ > ખેતીવાડી ક્ષેત્રે 11.50 લાખ > પશુપાલન ક્ષેત્રે 3 લાખ > સમાજ કલ્યાણ ક્ષેત્રે 21.90 લાખ > બાંધકામ ક્ષેત્રે 1.4 કરોડ > સિંચાઇ ક્ષેત્રે 5 લાખ

Download Our B K News Today App



Related News