દિયોદરના લુદરા ગામની સગીરાનું અપહરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 12:04:19
  • Views : 769
  • Modified Date : 2020-07-23 12:04:19

 દિયોદર તાલુકાના લુદરા ગામે ખેતરમાં ભાગીયા તરીકે રહી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક પરિવાર થોડાક દિવસ અગાઉ ખેતરમાં એરંડા વીણવા માટે ગયો હતો. તે દરમિયાન તેમની 17 વર્ષીય દીકરી ઘરે એકલી હતી તે સમયે કોતરવાડા ગામે રહેતા સંજય જેહાજી ઠાકોર આવી સગીરાને લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી લઈ ગયો હતો. આ અંગે સગીરાના પરિવારજનોએ યુવકના પરિવારના સભ્યોને સગીરાને પરત આપવાની માંગણી કરી હતી તે સમયે યુવકના પિતા અને માતાએ દીકરીના પરિવારજનોને  ધમકી આપતા સગીરાના પિતાએ  સંજય જેહાજી ઠાકોર, શારદાબેન જેહાજી ઠાકોર, જેહાજી ગોવાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News