મદરેસાના 68 વર્ષીય મૌલવીએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 12:32:04
  • Views : 560
  • Modified Date : 2020-03-12 12:32:04

આમોદમાં આવેલા બચ્ચોં કા ઘર નામના મદરેસામાં કામ કરતા 68 વર્ષીય મૌલવીએ મદરેસામાં જ રહેતી 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આમોદના ચાર-રસ્તા પાસે બચ્ચો કા ઘર નામની મદરેસા આવેલી છે. મદરેસામાં 68 વર્ષીય મૌલવી અબ્દુલ્લા બોરા બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે. મૌલવીએ ત્યાં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીરાને તારી મમ્મીનો કોલ આવ્યો છે તેમ જણાવી દુકાનમાં બોલાવી અવાર -નવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બાદ ડરી ગયેલી સગીરા મદરેસામાં નહિં રહેવા માતા -પિતાને કહેતાં તેઓ તેને ઘરે લઈ ગયા હતા. આ મામલે સગીરાની માતાએ તેને પૂછતાં તેણે મદરેસાના મૌલવી અબ્દુલ્લા બોરા દ્વારા અવાર-નવાર તેને ફોનના બહાને બોલાવીને દુષ્કર્મ આચરતો હોવાનું ચિઠ્ઠીમાં લખીને જણાવતા તેની માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સગીરાના માતા-પિતાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધવતાં પોલીસે મૌલાનાની ધરપકડ કરી હતી. તાલાલા રહેતા એક પરિવારની મોટી પુત્રીની સગાઇ કોડીનાર તાલુકાના છાછર ગામે થઇ હતી. મોટી પુત્રીની નણંદની સગાઇ હોઇ પરિવાર છાછર ગયો હતો. જ્યાં મોટી બહેનના કાકાજી સસરાએ બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ આચર્યું હતું. બાળાએ બહેનના કાકાજી સસરાએ કરેલા કૃત્યની અને પોતાને ગુપ્તભાગે અને પાછળના ભાગે દુ:ખાવો થતો હોવાનું કહેતાં માતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં મામાના ઘરે આવેલા નરાધમ યુવકે પાડોશમાં રહેતી 9 વર્ષની બાળાને પશુઓના પાણી પીવડાવવાના ખાલી હવાડામાં લઈ જઈ ડરાવી ધમકાવી તેના પર દુષ્કર્મ આચરી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમ દુષ્કર્મી યુવકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

Download Our B K News Today App



Related News