UPથી અપહરણ કરી સગીરાની વાપીમાં હત્યા,13મા દિવસે માત્ર હાડપિંજર મળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-12 14:25:14
  • Views : 490
  • Modified Date : 2020-10-12 14:25:14

        ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના મેઝા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા એક પરિજનોએ 27 સપ્ટેમ્બર 2020ના રોજ 17 વર્ષીય સગીરાનું અપહરણ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન શનિવારે રાત્રે વાપી ટાઉન પોલીસ મથકના પીઆઇ આર.ડી.મકવાણાને ઉત્તરપ્રદેશ પોલીસે જાણ કરી હતી કે, બલીઠા ખાતે એક લાશ પડી છે જે અપહરણ કરાયેલી સગીરા જ છે કે કેમ તેની માહિતી મંગાવાઇ હતી. જેથી ટાઉન પોલીસની ટીમ રવિવારે સવારે કબ્રસ્તાન રોડથી બલીઠા જતા રોડ ઉપર તપાસ કરતા સડી ગયેલી હાલતમાં સગીરાની લાશ મળી આવી હતી. 17 વર્ષીય સગીરાને તેનો પાડોશી લગ્નની લાલચે ભગાડી ગયો હતોઉત્તરપ્રદેશથી પાડોશમાં રહેતી સગીરાને ભગાડી યુવક વાપી આવ્યો હતો. જ્યાં બેથી ત્રણ દિવસ રહ્યા બાદ કોઇ કામધંધો ન મળતા આખરે તેણે સગીરાનું ગળું દબાવીને હત્યા કરી પરત યુપી ભાગી ગયો હતો. જેની જાણ યુપી પોલીસને થતા વાપી પોલીસે લાશને શોધી કાઢી આગળની પ્રક્રિયા હાથ ધરી હતી.યુપીથી વાપી લઇ આવી ત્રણ દિવસ સુધી કામ ધંધો શોધવા બાદ કંઇ ન મળતા અંતે તેણે સગીરાનું ગળુ દબાવી હત્યા કરી પરત યુપી પોતાના ઘરે જતો રહ્યો હતો. સગીરાના પરિવારે પાડોશી યુવક વિજયશંકર ઉ.વ.21 ઉપર શંકા વ્યક્ત કરી પોલીસને જાણ કરતા યુપી પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે પોતાની કરતૂત સ્વીકારી લેતા આ અંગે વાપી પોલીસને જાણ કરાઇ હતી. વાપી ટાઉન પોલીસે લાશને કબજે લઇ તેની જાણ યુપી પોલીસને કરી છે. આરોપી યુવકને વાપી લાવવા માટે યુપી પોલીસ રવાના થઇ ગયા હોવાની માહિતી મળી રહી છે. યુપી પોલીસ આરોપી યુવકને વાપીમાં ઘટનાસ્થળે લઈ આવી વધુ પૂછપરછ કરવા ટૂંક સમયમાં આવશે તેમ જાણવા મળ્યું છે..

Download Our B K News Today App



Related News