પાદરાના સગીરની હત્યામાં ગામના જ પિતા, પુત્ર અને પૌત્ર પકડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-24 17:15:44
  • Views : 441
  • Modified Date : 2020-02-24 17:15:44

ભિલોડાના પાદરાનો 16 વર્ષિય સગીર નવરાત્રી જોઈ પરત ઘરે ફરી ગળે ફાંસો ખાધો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ભિલોડા હોસ્પિટલમાં ખસેડાતા પીએમ રિપોર્ટમાં ગળું દબાવી હતયા કર્યાનું આવ્યું હતુ. જ્યારે ગુરૂવારે સાંજે પોલીસે સગીરની હત્યા કરનારા પાદરા ગામના જ પિતા, પુત્ર અને પૌત્રને પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણ દિવસ અગાઉ પાદરાના સગીર બિપિન રમેશભાઈ નિનામા મિત્રો સાથે નજીકમાં અંધારિયા ગામે ગરબી જોવા ગયા પછી તેના જૂના ઘરમાં ઘરની છત સાથે શર્ટ વડે બિપીનનો મૃતદેહ લટકતો હોવાની જાણ થતાં ભિલોડા પોલીસને જાણ કરી આત્મહત્યા નહીં પણ હત્યા કરાઈ છે. તેવા આક્ષેપ કરી મૃતદેહને પીએમ માટે લવાઈ હતી અને લોકોએ પોલીસ સ્ટેશન આગળ ટોળેટોળા આવી હત્યારાઓને પકડી લેવાય તેવી માંગ સાથે હોબાળો મચાવ્યો હતો ગુરૂવારે પીએમ રિપોર્ટમાં સગીરની ગળું દબાવી હત્યા કર્યાનું ખૂલ્યું હતુ. ગુરૂવાર સાંજે પોલીસે સગીરના ત્રણ હત્યારાઓને પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સગીરના પરિવારજઓને ત્રણ દિવસ બાદ લાશ સ્વીકારી અંતિમવિધિ કરી હતી. ભિલોડાના પાદરાના સગીર બિપિન નિનામાની લટકતી લાશ અંગે પીએમ રિપોર્ટમાં મૃતકનું ગળું દબાવી મોત નીપજાવ્યું હોવાનું પીએસઆઇ એસ.એમ.પરમારે જણાવ્યું હતુ./ ત્રણ હત્યારા (1)મરતાજી દિતાજી બોદર,(2) થાવરાજી મરતાજી બોદર,(3) દિપેન્દ્ર થાવરાજી બોદર, રહે. પાદરા

Download Our B K News Today App



Related News