સગાઈ બાદ ન કરાવી આપ્યા લગ્ન, વીડિયો કોલ કરી યુવક-યુવતીએ ભર્યું આ અંતિમ પગલું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-04 13:48:46
  • Views : 491
  • Modified Date : 2019-12-04 15:31:55

આજકાલ સામાન્ય બાબતોમાં લોકો નાસીપાસ થઈને જીવન ટૂંકાવી દેતાં હોય છે. અને તેમાં પણ ખાસ કરીને પ્રેમી યુગલો. સમાજ કે પરિવારજનો જ્યારે લગ્નમાં અડચણરૂપ બને કે તેવાં જ પ્રેમી યુગલ મોતને વ્હાલું કરી દેવાનો અંતિમ નિર્ણય કરતાં હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં સગાઈ બાદ પરિવારજનોએ લગ્ન ન કરાવી આપતાં પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું. યુવતીએ ગળેફાંસો ખાતાં તેનું મોત નિપજ્યું હતું. તો યુવકે ઝેરી દવા પીતાં તે હાલ સારવાર હેઠળ છે.

આ ઘટનાની વિગતમાં વાત કરીએ તો, રાજકોટમાં સુરેશ અને ભાનુની સગાઈ થઈ હતી. અને સગાઈ બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પણ કોઈ બાબતે પરિવારો વચ્ચે અણબનાવ થતાં તેઓનાં લગ્ન થઈ રહ્યા ન હતા. જે વાતનો વસવસો રાખી યુવક અને યુવતીએ જીવન ટૂંકાવી દેવાનો નિર્ણય કર્યો હતો. યુવક અને યુવતીએ આપઘાત કરતાં પહેલાં એકબીજાને વીડિયો કોલ કર્યો હતો.

વીડિયો કોલ કરીને યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે યુવકે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગળેફાંસો ખાતાં યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે ઝેરી દવા પીનાર યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની હાલત ગંભીર છે. યુવકે યુવતીનાં નામનું હાથ ઉપર ટેટૂ પણ બનાવ્યું છે.

યુવક અને યુવતીએ આ રીતે અંતિમ પગલું ભરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે સંદેશ ન્યુઝ અપીલ કરે છે કે, આપઘાત કોઈ મુશ્કેલીનું સમાધાન નથી. આવુ કૃત્ય ન કરવું જોઈએ. આ એક મોટો અપરાધ છે. આવા કૃત્યથી પરિવાર પર આફત આવી પડે છે. જિંદગીમાં મુશ્કેલીનો સામનો કરો અને અંતે કોઈ સારું સમાધાન નીકળશે જ. ‘બીકે ન્યૂઝ’ તણાવમાં આવેલાં લાકોને ખાસ અપીલ કરે છે.

Download Our B K News Today App



Related News