પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સુરક્ષાના સાધનોની ચકાસણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 11:27:36
  • Views : 407
  • Modified Date : 2020-08-07 11:27:36

   અમદાવાદની વધુ એક દર્દનાક ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ covid હોસ્પિટલમાં આકસ્મિક તપાસ કાર્યવાહી કરવાના આદેશ જારી થતા જ પાલનપુર પાલિકાની ટીમ દ્વારા પણ જ્યાં કોરોના કેસના દર્દીઓ હાજર છે ત્યાં ફાયરસેફ્ટીની સમીક્ષા કરાઇ હતી જોકે પ્રાથમિક દ્રષ્ટિએ કોઇ પણ ક્ષતી ક્યાંય જોવા મળી ન હતી. પાલનપુર નગરપાલિકાની ફાયર સેફટી ટીમે પાલનપુર સરકારી કોવિડ હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ, સ્વસ્તિક આઇસીયુ, રુદ્ર હોસ્પિટલ, લાઇફ કેર હોસ્પિટલમાં આકસ્મિક તપાસ હાથ ધરી સુરક્ષાના સાધનોની ચકાસણી કરી હતી.જેમાં પણ હવા ઉજાસની વ્યવસ્થા કેવી છે તે ચકાસવામાં આવી હતી. અમદાવાદની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી પ્રાઇવેટ હોસ્પિટલમાં જ્યાં કોરોનાના સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા કેવી છે તે ચકાસવા માટેના આદેશો જારી કરાયા હતા જેના ભાગરૂપે પાલનપુરમાં પણ આ કવાયત હાથ ધરવામાં આવી હતી. પાલનપુર નગરપાલિકાના ફાયર સેફટી ઓફિસર ઓમકારભાઈ સોનીએ જણાવ્યું હતું કે ઉચ્ચ સ્તરેથી સુચના મળતા જ તાત્કાલિક પાલનપુરની કોવિડ હોસ્પિટલ સહિત તમામ એ હોસ્પિટલમાં તપાસ કરાઇ હતી જ્યાં કોરોનાના સંક્રમિત દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જોકે અમારી પ્રાથમિક સર્વેલન્સ કામગીરી દરમિયાન કોઈ ગંભીર ક્ષતિ સામે આવી નથી તેમ છતાં તબક્કાવાર તપાસ હાથ ધરી જ્યાં ઉચિત પગલાં લેવાના હશે તે અવશ્ય લઈશું. "

Download Our B K News Today App



Related News