ઓલિવ ઓઈલથી માલિશ કરો તો વાળ અકાળે સફેદ થતા અટકે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 16:13:38
  • Views : 436
  • Modified Date : 2020-01-22 16:13:38

ઓલિવ ઓઈલથી માલિશ કરો તો વાળ અકાળે સફેદ થતા અટકેતેમાં કોઈ બેમત નથી કે વાળ સ્ત્રીનું ઘરેણું છે અને સુંદર, કાળા અને ચમકીલા વાળ નારીની સુંદરતામાં વધારો કરે છે. હાલના સમયની વાત કરીએ તો સ્ત્રીઓ વાળમાં અનેક પ્રકારનાં શેમ્પૂ, સાબુ તેમજ અનેક પ્રકારનાં સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરતી હોય છે. ઉપરથી શહેરના પ્રદૂષણની તો વાત જ શું કરવી. શહેરોમાં કુદકે ને ભૂસકે વધી રહેલા વાયુ પ્રદૂષણ અને પાણી પ્રદૂષણના કારણે આપણા સ્વાસ્થ્યની સાથેસાથે આપણી ચામડી અને વાળ પર પણ તેની માઠી અસર પડી રહી છે. આ બધાં પ્રદૂષણોથી વાળ નિસ્તેજ, પાતળા અને અકાળે સફેદ થવા લાગ્યા છે. આમ, સ્ત્રીઓ વાળની અનેક સમસ્યાઓથી પરેશાન છે. વાળની આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા આજે તમને એવા કેટલાક ઉપચાર જણાવીશું જેના ઉપયોગથી તમારા વાળ ફરીથી પહેલાં જેવા જ  મજબૂત અને ચમકીલા બનશે.ખાટા દહીંમાં ચપટી ફટકડીનો પાઉડર તેમજ થોડી હળદર ભેળવો. આ મિશ્રણને બરાબર હલાવીને માથાના વાળમાં લગાવવાથી માથાની ગંદકી દૂર થઈ જાય છે. સાથેસાથે માથામાં કોઈપણ જાતનો ચેપ લાગેલો હોય તો તે પણ મટી જાય છે. વાળને ધોયા બાદ ગોળાકાર હેર બ્રશથી માથામાં ધીરેધીરે ગોળગોળ ફેરવો તેનાથી માથામાં બ્લડ સરક્યુલેશન થશે અને વાળનાં છીદ્રોને પોષણ મળશે. આ ઉપરાંત આંગળીઓનાં ટેરવાંથી તમારા વાળ પર ધીરેધીરે મસાજ કરો અને આંગળીઓને ઉપરથી લઈને નીચેની બાજુ ધીરેધીરે ફેરવો. અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત માથામાં ઓલિવ ઓઈલથી માલિશ કરવી. તેનાથી વાળ સફેદ થતા અટકે છે ને મજબૂત બને છે.ધૂળ અને પ્રદૂષણના કારણે વાળ કમજોર અને શુષ્ક બની જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે હંમેશાં સારી ગુણવત્તાવાળાં શેમ્પૂનો જ ઉપયોગ કરવો તેમજ વાળમાં સારી ગુણવત્તાનું હેર ટોનિક લગાવવું. આ ઉપરાંત કુદરતી પ્રસાધનોથી પણ વાળને સુંદર બનાવી શકાય છે. વાળને સારી રીતે ધોયા પછી વાળમાં તાજી મેંદીનાં પાન પીસીને તેનો લેપ લગાવવો. થોડીવાર પછી પાણીથી વાળ ધોઈ લેવા. તેનાથી વાળમાં નેચરલ કલર આવશે અને વાળ મુલાયમ બનશે. અઠવાડિયામાં એક વખત તેલની માલીશ જરૂર કરવી. માલીશ કરવાથી વાળને કસરત મળે છે અને માથામાં બ્લડ સરક્યુલેશન પણ સારી રીતે થાય છે. હાલમાં ઘણી સ્ત્રીઓ પોતાના વાળ સાથે જાતજાતના અખતરા કરે છે, જેનાથી વાળની ગુણવત્તા બગડે છે અને વાળ પાંખા બને છે. માટે જ બને ત્યાં સુધી વાળમાં કોસ્મેટિકનો ઉપયોગ ઓછો કરવો. મોટાભાગની સ્ત્રીઓને વાળમાં ખોડો થવાની સમસ્યા રહેતી હોય છે. તેના કારણે વાળનાં મૂળિયાં નબળાં પડી જાય છે અને વાળ ખરવાનું પ્રમાણ વધે છે. ખોડાની સમસ્યાથી છુટકારા મેળવવા સૌથી પહેલાં વાળમાં સારી રીતે તેલ લગાવો. ત્યારબાદ ગરમ પાણીમાં રૂમાલને પલાળીને રૂમાલ થોડો ઠંડો થયા બાદ માથા પર બાંધી દો. તેનાથી વાળને બાફ મળશે અને છીદ્રો ખૂલી જશે. આ ઉપચાર કરવાથી વાળમાં થતી ખોડાની સમસ્યાનું નિરાકરણ આવશે. થોડું પાણી લઈ તેમાં એક ચમચી ચાની ભૂકી નાખો, તેને બરાબર ઉકાળો અને થોડી વાર ઠંડું પડવા દો. ઠંડું પડયા બાદ વાળમાં લગાવો. અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત આ પ્રક્રિયા કરો. તેનાથી તમારા વાળમાં નેચરલ બ્રાઉન કલર આવશે અને વાળ મજબૂત થશે.


Download Our B K News Today App



Related News