ડીસામાં હોમગાર્ડઝના જવાનોએ મહાનુભાવોની પ્રતિમાઓની સફાઇ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-05 14:10:51
  • Views : 501
  • Modified Date : 2019-12-05 14:10:51

આગામી તા. ૬ ડીસેમ્બરને હોમગાર્ડઝ સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે હોમગાર્ડઝના જવાનો દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ડીસા શહેરમાં ગાંધીજી સહિત  મહાનુભાવોની પ્રતિમાઓની સાફ સફાઇ કરવામાં આવી હતી.બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડઝના જિલ્લા કમાન્ડન્ટ આર.એમ.પંડ્યાની સૂચનાથી તેમજ સબ ઇન્સ્પેક્ટર એલ.એચ.વ્યાસ અને હેડ ક્લાર્ક જે.એન.પરમારના માર્ગદર્શન મુજબ હોમગાર્ડઝ સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે હોમગાર્ડઝ તાલુકા યુનિટ ડીસાના ઓફિસર કમાન્ડીગ એસ.કે.પંડ્યાની આગેવાનીમાં તેમજ ક્લાર્ક બી.વી.ભોકુ અને પ્લાટુન સાર્જન્ટ એ.બી.સાધુ સહિત હોમગાર્ડઝ જવાનોની ઉપસ્થિતિમાં ડીસા શહેરમાં આવેલ ડા. બાબાસાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદજી, ઈન્દીરા ગાંધી અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાઓની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ડીસા એરપોર્ટ ગ્રાઉન્ડ ખાતે વિશેષ પરેડ યોજવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News