નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ ઈડર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-20 13:53:02
  • Views : 516
  • Modified Date : 2020-01-20 13:53:02

નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ ઈડર 

 પોલીસ અધિક્ષક, સાબરકાંઠા ચૈતન્ય મંડલીક નાઓએ સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના કરેલ હોય જે અન્વયે એમ.એમ. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના વુ.હે.કોન્સ. સીતાબેન પો.કોન્સ. ભાવેશભાઈ, આ.પો.કોન્સ. ગોવર્ધનભાઇ, આ.પો.કોન્સ. નિકુંજકુમાર, આ.પો.કોન્સ. અપેન્દ્રસિંહ, ડ્રા.પો. કોન્સ. દશરથભાઇ વિગેરે એસ.ઓ.જી. સ્ટાફના માણસો સુપરવિજન નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી હકિક્ત મળેલ કે, તલોદ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં-૫૨૬૬/૨૦૧૮ પ્રોહી એક્ટ કલમ-૬૫ ઇ, ૧૧૬ બી, ૯૮(૨) મુજબના ગુનાના કામનો નાસતા ફરતા આરોપી રાહુલ ઉર્ફે હોથો અશ્વિનકુમાર ડામોર ઉ.વ.-૨૩ રહે. ભુતાવડ છાપરા તા. ભિલોડાજિ. અરવલ્લી વાળો હિંમતનગર બસ સ્ટેશન આગળ ઉભો છે. તેવી બાતમી હકિકત અન્વયે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં સદરી નાસતો ફરતો આરોપી રાહુલ ઉર્ફે હોથો અશ્વિનકુમાર ડામોર રહે. ભુતાવડ છાપરા તા. ભિલોડા જિ.અરવલ્લી વાળો મળી આવતાં સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ તલોદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.  આમ, એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓ નાસતા ફરતા આરોપી પકડવામાં વધુ એક સફળતા મળેલ છે. 


Download Our B K News Today App



Related News