દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ હોવાની અફવાથી દોડધામ મચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-05-16 14:00:46
  • Views : 134
  • Modified Date : 2024-05-16 14:00:46

દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ હોવાની અફવાથી દોડધામ મચી ગઇ હતી. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819 માં બૉમ્બ હોવાની અફવા ફેલાઇ હતી. આ અફવા ફેલાતા NSG કમાન્ડો, CISF, તેમજ સ્થાનીક પોલીસ બૉમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતુ. યાત્રીના જણાવ્યા અનુસાર 10 કિલોમીટર દૂર ફ્લાઈટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી.ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા મુસાફરે આ વીડિયો બનાવ્યો હતો. AI- 819 ના યાત્રીઓને દોઢ કલાક ફ્લાઈટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. મોડી રાત સુધી ચેકીંગ બાદ બૉમ્બ ના મળતા તંત્ર અને યાત્રીઓએ રાહત મળી. AI – 819 ફ્લાઈટમાં 180 યાત્રી વડોદરા આવવા સવાર થયા હતા. બૉમ્બ હોવાની માહિતીથી કેન્સલ થયેલી ફ્લાઈટ આજે દિલ્હીથી વડોદરા આવવા પ્રસ્થાન કરી છે.

Download Our B K News Today App



Related News