વિજય ચારરસ્તા પાસે મેટ્રોનો સ્લેબ તૂટી પડ્યાની અફવા, દિલ્હીની ઘટનાના ફોટાનો ઉપયોગ કરી ચગાવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 13:58:21
  • Views : 412
  • Modified Date : 2020-08-25 13:58:21

      વિજય ચારરસ્તાથી કોમર્સ છ રસ્તા વચ્ચે મેટ્રોનો સ્લેબ તૂટી પડ્યાની અફવા સોમવારે સાંજથી વોટ્સએપ ગ્રૂપોમાં ચાલી હતી. તૂટેલા સ્લેબના ફોટો સાથે ચાલેલી અફવાને કારણે એક તબક્કે તંત્રમાં પણ દોડાદોડી થઈ ગઈ હતી. જો કે, પછીથી મેટ્રો અને મ્યુનિ.ના અધિકારીઓ દ્વારા આ અફવાની સત્યતા ચકાસવામાં આવી હતી. પરંતુ અફવા સાબિત થઈ હતી.મેટ્રોના અધિકારીઓની તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, આ ઘટના અગાઉ દિલ્હીમાં બની હતી. જેના ફોટાનો ઉપયોગ કરી વિજય ચારરસ્તા પાસેની ઘટના બતાવી કોઈ દ્વારા વાઈરલ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News