RTO ઓફિસના ધક્કા બંધ! ઘેર બેઠા આ રીતે કરો RCનું કામ, જાણો શું છે નિયમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-24 13:31:55
  • Views : 287
  • Modified Date : 2022-04-24 13:31:55

 

14 દિવસની અંદર RC ટ્રાન્સફર કરાવવુ જરૂરી

તમે જૂનુ વાહન ખરીદી અથવા વેચી રહ્યાં છો તો તમારા માટે વાહનનુ રજીસ્ટ્રેશન ટ્રાન્સફર કરવુ જરૂરી હોય છે. RC ટ્રાન્સફર કરાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત RTO ઑફિસના ચક્કર કાપવા પડે છે. આજે અમે તમને તેની સમગ્ર પ્રક્રિયા જણાવી રહ્યાં છે. કોઈ પણ કારને વેચનારા વિક્રેતાને 14 દિવસની અંદર તેની RC ટ્રાન્સફર કરાવવી જરૂરી હોય છે. જેના માટે તમારે તમારા RTOમાં અરજી કરવી પડશે. જેમાં અમુક કાગળની જરૂર પડે છે. આ કાગળમાં RCની ઓરિજનલ કૉપી હોવી જરૂરી છે. આ સિવાય તમારે Form 29 ભરવુ પડશે. જેમાં ખરીદનારા વ્યક્તિના પાસપોર્ટ સાઈઝની ફોટો અને ખરીદનાર વ્યક્તિની સહી હોવી જરૂરી છે. 

 

30 દિવસની અંદર RC ટ્રાન્સફર 

આ ફોર્મ આરટીઓની વેબસાઈટ પર સરળતાથી મળી જાય છે, જેને તમે ડાઉનલોડ કરીને RTOમાં જમા કરી શકો છો. ત્યારબાદ 30 દિવસની અંદર RC ટ્રાન્સફર કરાવીને નવા એડ્રેસ પર મોકલવામાં આવે છે. પરંતુ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વાહનના ટ્રાન્સફર થવાની સ્થિતિમાં ફોર્મ 28નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં 30 દિવસથી વધુનો સમય લાગે છે. બે રાજ્યોની વચ્ચે રજીસ્ટ્રેશન ટ્રાન્સફર કરાવતા પહેલા ખૂબ પેચીદુ કામ હતુ. જે હવે સરળતાથી ઑનલાઈન કરી શકાય છે. 

આ રીતે કરો ઑનલાઈન ટ્રાન્સફર

જેના માટે તમારે સૌથી પહેલા Ministry of Transport Highwayની સત્તાવાર વેબસાઈટ પર https://parivahan.gov.in/parivahan/ જાઓ.

આ વેબસાઈટ પર જઇને તમારે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ વગેરે નાખીને તમારું એકાઉન્ટ બનાવવાનુ છે.

એકાઉન્ટ બન્યા બાદ તમારે ઑનલાઈન સર્વિસ પર ક્લિક કરવાની છે. અહીં તમારે Vehicle Related service ઑપ્શન પસંદ કરવાનુ છે.

હવે તમારી સામે એક APPLICATION FORM ખુલશે. જ્યાં તમને તમારા વાહનનો રજીસ્ટ્રેશન નંબર નાખીને OTP તમારા મોબાઈલ નંબર પર જ આવશે.

OTP નોંધ્યા બાદ તમારી સામે નવુ પેજ ઓપન થશે. અહીં તમારે Transfer of Ownership ઑપ્શન પર ક્લિક કરવાનુ છે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો. 

 

 

Download Our B K News Today App



Related News