સુરતમાં માત્ર સેન્ટ્રલ ઝોનમાં ક્લસ્ટર વિસ્તારમાં પતરાં અને મંડપનો 24 લાખની વધુ ખર્ચ થયાનો RTIમાં ખુલાસો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-19 14:18:00
  • Views : 354
  • Modified Date : 2020-10-19 14:18:00

        અશ્વિન લાઠીયા (RTI એક્ટિવિસ્ટ)એ જણાવ્યું હતું કે, 4 જુલાઈના રોજ RTI કરી હતી. જેમાં ક્લસ્ટર અને કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પતરાં અને મંડપ બાંધવામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો હોવા અંગે ખુલાસો કરવા જણાવ્યું હતું. જેમાં સેન્ટ્રલ ઝોન તરફથી માહિતી આપવામાં આવી હતી. આ માહિતી મુજબ 24 લાખ કરતા પણ વધુ ખર્ચો થયો હતો. જેમાં એ.એમ. ટપાલી મંડપ કોન્ટ્રાક્ટર 6.92 લાખ અને સુવિધા કેટર્સ નામની સંસ્થાને 17 લાખથી વધુના બીલો એક તારીખના બનાવી ચૂકવવામાં આવ્યા છે. એક જ ઝોનની અંદર આટલો ખર્ચો હોય તો સુરતમાં આ સિવાય અન્ય સાત ઝોન છે. આ ઝોનમાં પણ લિંબાયત અને રાંદેર ઝોનમાં મોટા ભાગનો વિસ્તાર ક્લસ્ટર ઝોનમાં જાહેર કરવામાં આવેલો હતો. જેમાં પતરાં અને મંડપનો ખર્ચો કેટલો લાગેલો હશે તે તપાસનો વિષય છે.સુરત શહેરમાં કોરોના કાળમાં કથિત કૌભાંડને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. પહેલા 15 કરોડનું કઢી-ખિચડી કથિત કૌભાંડ બાદ 6 વર્ષમાં કૂતરા પકડવા-ખસિકરણ માટે 3.47 કરોડનો ખર્ચ કર્યાનો RTIમાં ખુલાસો આપ્યો હતો. જ્યારે હવે કોરોના કાળમાં ક્લસ્ટર વિસ્તારમાં પતરાં અને મંડપ બાંધવાનો માત્ર સેન્ટ્રલ ઝોનમાં 24 લાખથી વધુનો ખર્ચ થયો હોવાનો RTIમાં ખુલાસો થયો છે. જેના પગલે પાલિકા ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે.RTIમાં 26 જૂનથી 31 જુલાઈ સુધીની માહિતી આપવામાં આવી છે. રનિંગ ફુટે 9થી 15 રૂપિયા ચૂકવ્યા છે. 4 ફૂટથી ઊંચા પતરા લગાવવાનો ભાવ સ્કેવર ફુટ પ્રમાણે ગણાય છે. જેમાં મનપા દ્વારા 10 રૂપિયા સ્કેવર ફૂટના ચૂકવાયા છે. એ. એમ. ટપાલી મંડપ કોન્ટ્રાક્ટરને 9 એપ્રિલથી 10 જૂનના 6,92,292 ચૂકવાયા છે. સુવિધા કેટરર્સને નાણાં અલગ અલગ બીલથી ચૂકવાયા છે.

Download Our B K News Today App



Related News