તાપી શુદ્ધિકરણની રૂ. 972 કરોડની ગ્રાન્ટ લેવા વરાછા-વાલક ખાડીને મીઠીખાડીમાં ડાયવર્ટ કરાઇ ને આવ્યું પૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 12:05:21
  • Views : 394
  • Modified Date : 2020-08-27 12:05:21

         972 કરોડના તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ વાલક અને વરાછા ખાડીના ગંદા પાણીને લસકાણાથી મીઠી ખાડીમાં પાઈપલાઈન મારફતે ડાયવર્ટ કરાયા છે. આ કામ માટે ભૂતકાળમાં રૂપિયા 41.57 કરોડનો ખર્ચ પણ કરાયો હતો. પરંતું આ પ્રોજેક્ટના કારણે વાલક-વરાછા ખાડીનું પાણી એકસામટું મીઠીખાડીમાં ડાયવર્ટ થવાને લીધે ખાડીપૂરની સ્થિતિનું સર્જન થયું છે. બીજી બાજુ ખાડીમાં ઠેકઠેકાણે રિ-મોડલિંગથી પણ પાણીનું વહેણ સાંકડું થઇ જતાં ખાડીપુરને વેગ મળ્યો છે. નદીમાં ગેરકાયદે આઉટલેટથી ઠલવાતી ગંદકી મામલે પૂણેની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટે સુરત પાલિકાને ફટકાર લગાવી હતી.ખાડી પૂરના પાણીના લીધે સણિયા હેમાદ, પરવત, મીઠી ખાડી વિસ્તારના રહેણાક તેમજ ઔદ્યોગિક એકમોમાં 11 દિવસ સુધી પાણીમાં રહ્યાં હતાં. હજુ કેટલાક વિસ્તારોમાંથી પાણી ઉતર્યા નથી. કેન્દ્ર સરકારની નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન (એનઆરસીપી) યોજના હેઠળ ખાડી ડેવલપમેન્ટ પાછળ કરોડોનો ખર્ચ પણ પૂર સામે કારગર નિવડ્યો નથી. ત્યારે આ ડેવલપમેન્ટ કામગીરીના લીધે જ ખાડીઓ પહેલાથી સાંકડી થઇ હોવાની સાથે વહેણ ક્ષમતાને પણ માઠી અસર પહોંચી હોવાનું જાણકારો જણાવી રહ્યાં છે.ક્ષમતાથી વધુ પાણી ડાયવર્ટ કરાતા ખાડીપૂર આવ્યા: વાલક- વરાછા ખાડીનું પાણી ડાયવર્ટ કરવા બિછાવેલી પાઇપ લાઇન બાદ પણ મીઠીખાડીમાં ડ્રેજિંગ થયું નથી. વચોવચ ઊભી કરાયેલી રિટેઇનિંગ વોલ વહેણને અવરોધી રહી છે. ખાડીની આજુબાજુ બાયોડાયવર્સી પાર્કનું બ્યુટીફિકેશનથી પણ ખાડી મુખ સાંકડું બન્યું છે. પહેલાંથી અસક્ષમ મીઠીખાડીમાં વધારાનું પાણી પણ ડાયવર્ટ કરાતાં શહેરમાં ખાડી પૂર આવ્યાં છે. > અજય પટેલ, એનજીટી કોર્ટમાં પીટીશનરપૂર આવતા વામ્બે આવાસ, વિધાતા ટાઉનશીપ, શાંતિકંુજ સોસાયટી, ગીતાનગર, રણછોડ નગર, પર્વતગામ પાદર, ગોકુલ નગર, માધવબાગ મેઇન રોડ પર પાણી ફરી વળ્યા હતા. આ સાથે જ લિંબાયત ફૂલવાડી, કમરૂનગર, બેઠ્ઠી કોલોની, રાવનગર, રતજીનગર, જંગલસા બાવા ટેકરા, પરવટ પાટીયામાં દોઢથી બે ફૂટ ખાડીના પાણી ભરાયા છે. બીજી તરફ સણિયા હેમાદ ગામમાં 7 ફૂટ પાણી ભરાયા હતા. ગામના ખડી ફળિયા અને બ્રાહ્મણ ફળિયાના 22 ઘરો પાણીમાં ગરકાવ હતા.

Download Our B K News Today App



Related News