થરાદના ભડોદરમાં રૂ. 53 હજારની મત્તાની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-26 14:26:26
  • Views : 529
  • Modified Date : 2020-07-26 14:26:26

  થરાદના ભડોદર ગામે દૂકાનમાં સામાની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ છે. થરાદના ભડોદર ગામે રહેતા વેપારી જેતશીભાઇ ધરમાભાઇ પટેલની ગામમાં દુકાન આવેલી છે. ત્યારે રવિવારથી સોમવારના બે દિવસોમાં કોઇ શખ્સો દુકાનના પતરા ખોલી દુકાનમાં ઘુસી દુકાનમાં પડેલો રૂ.40,000નો સરસામાન સહિત ટેબલમાં પડેલી રોકડ રૂ.13,000 મળી કુલ રૂ.53,000ની ચોરી કરી ફરાર થઇ જતા વેપારી જેતશીભાઇએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News