સરસ્વતી તાલુકાના ગામડાના ખેડૂતો રોકડીયા પાક તરફ વવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-27 15:26:44
  • Views : 450
  • Modified Date : 2019-12-27 15:26:44

સરસ્વતી તાલુકાના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો રોકડીયા પાક તરીકે  ચાલુ સિઝનમાં ૧૯૪ હેકટર જમીન વિસ્તારમાં રીંગણા, મરચાં, ફુલાવર, કોબીજ, ટામેટા, જેવા અન્ય શાકભાજીનું વાવેતર થયુ છે તેમાં સૌથી વધારે દખણી રીંગણાની ખેતી જોવા મળે છે. ભાટસણ સેજાના ગામડાઓને ડીસા શાકમાર્કેટ નજીક પડતા દરરોજ ખેડૂતો વાહનો મારફતે ત્યાં રોકડી મેળવી રહ્યા છે. ખારેડા ગામના ખેડૂત મફાજી કાળુજી ઠાકોરે ૧ વીઘામાં મરચાંની ખેતીનો અખતરો કરતા ખેતીવાડી ખાતાના ગ્રામ સેવક રાયમલભાઇ પરમારે શાકભાજીને લાગતુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાટસણ ગામના ખેડૂત શાંતિભાઇ હરીભાઇ પ્રજાપતિએ બે વીઘા કોબીજનું વાવેતર કરેલ છે.  આમ અન્ય વિસ્તારના ખેડૂતોને પણ ખેતીવાડી ખાતા દ્વારા રોજ-રોજ માર્ગદર્શન અપાઇ રહ્યુ છે. ખારેડા ગામના ખેડૂત શ્રવણજી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે રીંગણાના શરૂઆતમાં ભાવ વધારે મળતા હતા પરંતુ એકદમ ભાવ ઘટી રહ્યા છે. ભાવ ટકી રહે એવું સરકારે પગલું ભરવું જોઇએ. ખારેડા ગામના રીંગણા ટ્રેક્ટર મારફતે  ડીસા માર્કેટમાં જઇ રહ્યા છે. જયારે બીજી તસ્વીરમાં ખારેડામાં મરચાંની ખેતીનો અખતરો થઈ રહ્યો છે.


Download Our B K News Today App



Related News