મેચમાં બહુ ગંદી ગાળો આપે છે રોહિત શર્મા: મુંબઈના સ્ટાર ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-10 15:28:50
  • Views : 248
  • Modified Date : 2022-04-10 15:28:50

 

ઈશાન કિશને એક ઈન્ટરવ્યુ દરમ્યાન કર્યા ચોંકાવનારા ખુલાસા

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે જોડાયેલો એક કિસ્સો મુક્યો

મેદાન પર હંમેશા રોહિત શર્માનુ મગજ રહે છે એક્ટિવ

 

ઈશાન કિશને એક ઈન્ટરવ્યુ દરમ્યાન પોતાની અત્યાર સુધીની કારકિર્દી અંગે વાત કહી અને અમુક કહ્યા ના હોય તેવા રસપ્રદ કિસ્સા સંભળાવ્યાં. તેમના શોમાં ઈશાન કિશને મુંબઈ ઈન્ડિયન્સ અને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો બધાની સામે મુક્યો. ઈશાન કિશને હાલમાં એક ઈન્ટરવ્યુ આપ્યું. જે દરમ્યાન તેમણે કહ્યું કે મેદાન પર હંમેશા રોહિત શર્માનુ મગજ એક્ટિવ રહે છે અને તેઓ જે બોલે છે તે જ થાય છે. એક વખત બેટર આવ્યો તો મેં વિચાર્યુ કે તેમણે આવુ ફીલ્ડ કેમ ના રાખ્યું. પરંતુ બાદમાં રોહિત શર્માએ ધાર્યુ હોય તે જ થાય છે. 

ઈશાન કિશનના પ્રદર્શન પાછળ રોહિત શર્માનો મોટો હાથ

ઈશાને કિશને કહ્યું કે તેઓ પહેલાની રમતમાં સારું પ્રદર્શન કર્યુ છે, જેમાં રોહિત શર્માનો મોટો હાથ છે. કારણકે તેઓ ખેલાડીમાં ખૂબ વિશ્વાસ દર્શાવે છે. ઈશાને એક અલગ કહાની જણાવતા કહ્યું કે રોહિતનુ બેસ્ટ છે કે તેઓ મેચમાં એક અપશબ્દ કહે છે બાદમાં બોલે છે કે કોઈ સીરિયસ ના લેતા. મેચમાં આ બધુ ચાલે છે. ઉલ્લેખનીય છે કે 23 વર્ષના ઈશાન કિશનને આ વર્ષના સૌથી મોંઘા ખેલાડી જણાવવામાં આવ્યાં છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેમને 15.25 કરોડ રૂપિયામાં તેમની ટીમમાં ખરીદ્યા છે. ભારતીય ટીમ માટે તેઓ ડેબ્યુ પણ કરી ચૂક્યા છે.

 

 

 

Download Our B K News Today App



Related News