ડીસાના વોર્ડ ન. ૬ માં ચોમાસાના પ્રારંભે જ રોગચાળાનો ખતરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-26 11:29:32
  • Views : 426
  • Modified Date : 2019-06-26 11:29:32

ડીસા શહેરના મધ્યમાં આવેલ વોર્ડ નંબર ૬ માં ડા. બાબા સાહેબ આંબેડકર ચોકમાં તથા આજુબાજુ સામાન્ય વરસાદ વરસતા જ આ વિસ્તારમાં તળાવની જેમ પાણી ભરાઈ જાય છે અને તેને કારણે આજુબાજુના રહીશો વેપારીઓ તેમજ સ્કૂલે જતાં નાના
ભૂલકાંઓ, વિદ્યાર્થીઓ અને વૃદ્ધો ખુબ જ હેરાન થાય છે. તેમજ આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરમાં પાણી નિકાલ માટે બનાવેલ ટાંકી ઓ પણ લેવલીંગ વગરની હોવાથી પાણી પણ જઈ શકતુ નથી. તેમજ આ વિસ્તારમાંથી પસાર થતી ડીસા શહેરની મુખ્ય ગટર ખુલ્લી હોવાથી બજારના નાસ્તાની  લારીઓવાળા તેનો કચરો આ ગટરમાં ફેંકે છે. જેના લીધે ભયંકર દુર્ગંધ ફેલાય છે તેમજ મચ્છરોનો વ્યાપક પ્રમાણમાં ઉપદ્રવ વધી જવાને કારણે ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે આજુ બાજુના રહીશોને રહેવું મુશ્કેલ બની ગયું છે. તેમજ આ ખુલ્લી ગટર ઉપરથી સ્કૂલ જતા નાના ભૂલકાંઓ ચોમાસામાં કોઈ મોટા અકસ્માતનો ભોગ ન બને તે માટે અગાઉ નગરપાલિકા ખાતે આ વિસ્તારનાં વેપારીઓ રહીશો દ્વારા પત્ર તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ પ્રકારની નગરપાલિકા દ્વારા તસ્દી લેવામાં આવી નથી. ડીસા નગરપાલિકાએ પાલિકા દ્વારા ચાલુ રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ને પગલે સર્જાયેલી ગંદકીના ત્વરીત નિકાલ માટે આધુનિક સાધનો ગુજરાત સરકારની સહાયથી વસાવ્યા છે તે કેટલા ઉપયોગી નીવડે છે તે જોવું રહ્યું ? તેમ જ અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ડીસાના વિકાસશીલ તેમજ બાહોશ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયા જે વોર્ડ નંબર ૬ના આ પ્રશ્નોચિત વિસ્તારના જનપ્રતિનિધિ હોવા છતાં પણ આ વિસ્તારના પાયાના પ્રશ્નોનું નિરાકરણ થતુ ન હોય તે ખુબ જ દુઃખદાયક અને ગંભીર બાબત કહી શકાય.

Download Our B K News Today App



Related News