અસલાલી, વટવા અને સરખેજના ગોડાઉનમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઇ, 4 લાખનો મુદ્દામાલ કબ્જે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 14:26:43
  • Views : 440
  • Modified Date : 2020-08-26 14:26:43

શહેરની આસપાસના વિસ્તારમાં આવેલા ગોડાઉન અને ઓફિસમાંથી ચોરી કરનાર ગેંગને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડી છે. ચોરી કરનાર ગેંગ અસલાલી, નારોલ, વટવા અને સરખેજ વિસ્તારમાંથી ચોરી કરતી હતી. પોલીસે 11 LCD ટીવી, 8 લેપટોપ, 9 મોબાઈલ સહિત 4.05 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બે આરોપીઓ અગાઉ ચોરી અને લૂંટ કેસમાં ઝડપાઇ ચુક્યા છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવતા અસલાલીમાં બે ગોડાઉનમાંથી ચોરીની ઘટના બની હતી. જેને લઈ એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. ટીમે અલગ અલગ સીસીટીવી ફૂટેજ અને માહિતીના આધારે મનોજ ચુનારા (રહે. રાયપુર, હાલ. સાણંદ), અવિનાશ ચુનારા (રહે. વટવા ગામ), રાકેશ પંડિત (રહે. નારોલ), લાલો ઉર્ફે વિજય ચુનારા (રહે. લાંભા) અને અનિલ ચુનારા (રહે. બારેજા)ની ધરપકડ કરી લીધી.એલસીબીના જણાવ્યા મુજબ આરોપીઓ રાત્રીના સમયે બંધ ગોડાઉન અને ઓફિસના નકુચા તોડી ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે. અસલાલી વિસ્તારમાંથી 4, વટવામાં 2 અને સરખેજમાં એક ગોડાઉન- ઓફિસમાંથી ચોરી કરી હતી. બંને પાસેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલો આરોપી લાલો ઉર્ફે વિજય ચુનારા 2012માં ચોકીદારને બાંધી લૂંટ અને 2016માં ગાડીની બેટરી ચોરીમાં ઝડપાયો હતો જ્યારે મનોજ ચુનારા પણ 2012માં ચોકીદારને બાંધી લૂંટવાના કેસમાં ઝડપાઇ ચુક્યા છે.

Download Our B K News Today App



Related News