દાંતાના હરિવાવ ગામમાં રોડક્રોસ કરતાં સગીરને ઇકોચાલકે કચડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-11 13:37:15
  • Views : 655
  • Modified Date : 2020-07-11 13:37:15

 દાંતાના હરિવાવ ગામે  સગીર ગુરુવારે ઘર સામે આવેલી પાણીની ટાંકીમાં પાણી પી પરત ઘરે ફરી રહ્યો હતો.ત્યારે રોડક્રોસ કરવા જતાં અંબાજી તરફથી આવી રહેલી ઇકોના ચાલકે અડફેટે લઇ મોતને ઘાટ ઉતારી ફરાર થઇ જતાં ફરિયાદ નોંધાવી હતી. દાંતાના હરિવાવ ગામે રહેતા કમલેશભાઇ ડુટાભાઈ દામાનો ચાર વર્ષીય પુત્ર જીતુ ગુરૂવારે ઘર સામે આવેલી પાણીની ટાંકીમાં પાણી પીવા ગયો હતો. જ્યાંથી પાણી પી ઘરે પરત ઘરે આવવા રોડક્રોસ કરી રહ્યો હતો. તે સમયે અંબાજી તરફથી આવી રહેલી ઇકો વાનના ચાલકે ધડાકાભેર ટક્કર મારતાં જીતુને ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે ઇકો ચાલક ઇકો લઇ ફરાર થઇ ગયો હતો. જે બાદ સગીરને કમલેશભાઇ સહિત તેમના સગા હોસ્પિટલે લઈ જતાં તબીબે મૃત જાહેર કરતા કમલેશભાઈએ પુત્રને ટક્કર મારી મોતને ઘાટ ઉતારનાર અજાણ્યા ઇકો ચાલક સામે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News