ગઢ-ખસા રોડ પર અકસ્માત : યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-26 05:03:08
  • Views : 545
  • Modified Date : 2019-04-26 05:03:08

પાલનપુર તાલુકાના ગઢ નજીક ગઢથી ખસા જતાં રોડ પર ચામુંડામાતાજીના મંદિરથી થોડા દૂર ટાકરવાડા ગામના પ્રકાશભાઈ કરશનભાઈ વાણીયા (ઉ.વ. ૪૦) પોતાના મોટરસાયકલ નં. જીજે ૮ બીસી ૬૬૧૧  લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતી એક ઈકો ગાડીએ ટક્કર મારી ગાડી લઈને ભાગી ગયેલ. આ અકસ્માતમાં  પ્રકાશભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે ૧૦૮માં પાલનપુર સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં આ આશાસ્પદ યુવકનું કરૂણ મોત નિપજ્યુ હતું.  આ અંગે ગઢ પોલીસે અજાણ્યા ઇકો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને મૃતકનું પીએમ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કરાવવા માટેની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ અઠવાડીયા પહેલાં પણ ગઢ ટેલીફોન ઓફિસ પાસે મડાણાના એક આશાસ્પદ યુવકને જીપડાલાએ ટક્કર મારી હતી અને પોતાનું જીપડાલુ લઈ ફરાર થઈ ગયો હતો અને એ યુવકનું પણ સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યુ હતું. ત્યારે પેસેન્જરો ભરવાની લ્હાયમાં શટલીયા ડ્રાયવરો બેફામ ડ્રાયવિંગ કરતા હોય છે અને નિર્દોષ જિંદગીઓનો ભોગ લેતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા આવા લબરમુછીયા વાહનચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરીને ચેકીંગ કરવામાં આવે તો મોટા ભાગે વગર લાયસન્સે વાહન ચલાવતાં ઘણા બઘા ડ્રાયવરો જોવા મળે એમ છે. પરંતુ પોલીસની નિષ્કાળજીથી નિર્દોષ જિંદગીઓ કાળનો કોળીયો બનવાનો વારો આવ્યો છે. આજના બનાવને લઈને સમગ્ર વિસ્તારના લોકોની માંગ છે કે બેફામ વાહનો ચલાવતા વાહનચાલકો સામે પોલીસ લાલ આંખ કરે અને નિર્દોષ લોકોને ભોગ બનતા અટકાવે તેવી તીવ્ર માંગ ઉઠવા પામી છે. 


Download Our B K News Today App



Related News