રાજકોટમાં સંક્રમણ વધતાં RMC આજથી બ્યુટીપાર્લર અને હેર સલૂનમાં ટેસ્ટિંગ કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-21 12:58:42
  • Views : 328
  • Modified Date : 2020-09-21 12:58:42

         રાજકોટમાં કોરોના સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં 5 હજારથી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે છેલ્લા 2 દિવસમાં 42 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે રાજકોટ મનપા દ્વારા આજથી બ્યુટીપાર્લર અને હેર સલૂનમાં પણ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે. જેથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ.રાજકોટમાં હવે હેર સલૂન અને બ્યુટિપાર્લરમાં પણ કોરોના ટેસ્ટ આજથી શરૂ કરવામાં આવ્યાં છે. કોરોના સુપર સ્પ્રેડર શોધવા માટે રાજકોટ મનપાએ આ નિર્ણય લીધો છે. જે વિસ્તારોમાંથી વધુ કેસ મળે ત્યાંના સલૂન અને પાર્લર સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકાએ શહેરમાં જુદા જુદા સ્થળો પર એન્ટિજન કીટથી ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત 21 આરોગ્ય કેન્દ્ર, સંજીવની રથ, 104 સેવા રથના માધ્યમથી પણ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.રાજકોટ સહિત જિલ્લાભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7500ને પાર પહોંચી ગઈ છે. જેથી મનપા દ્વારા શહેરના તમામ પ્રવેશ દ્વાર નજીક ચેક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. જ્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાજકોટમાં પ્રવેશ કરતાં તમામ લોકોની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બહારથી આવતા લોકોનું સ્ક્રીનિંગ કરી જરૂરી જણાય શંકાસ્પદ લોકોનો એન્ટિજન કિટથી કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News