રિક્ષા ડીટેઈન કરતાં પરિવારે પોલીસ સાથે ઝપાઝપી કરી PIનો યુનિફોર્મ ફાડી નાખ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-21 15:42:02
  • Views : 712
  • Modified Date : 2020-02-21 15:42:02

 રાધનપુરમાં પોલીસ દ્વારા રીક્ષા ડીટેઇન કરતાં તેને લઇ રીક્ષાચાલકના પરિવાર, અને તેમના મળતીયાઓએ પોલીસ સ્ટેશનમાં જઇને પોલીસ અધિકારી સાથે ઝપાઝપી કરી યુનિફોર્મ ફાડી નાખ્યો હતો.મહિલાઓએ બચકુ ભરી લીધું હતું તેમજ અન્ય એક શખ્સે પીઆઇને ગાળ બોલી હું ક્રાઇમ કરપ્શન કંટ્રોલ એસોસીએશનનો ડીટેકટીવ ઓફીસર છું તેમ કહી જોઇ લેવાની ધમકી આપી હતી. મહિલાઓએ આત્મવિલોપનની ચિમકી આપી હતી જે અંગે પોલીસે બે મહિલાઓ સહીત પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધી છે. પોલીસના જણાવ્યા મુજબ સોમવારે સાંજે 8 કલાકના સુમારે પોલીસે કીરીટભાઇ પ્રમોદભાઇ ઉર્ફે પરબતભાઇ રાઠોડ ( ગરો)ની રીક્ષા લાયસન્સ અને કાગળ ન હોઇ ડીટેઇન કરી હતી. જેને પગલે અમીતભાઇ હસુભાઇ સોની રહે. લાલબાગ મૂળ થરા,જયાબેન અમીતભાઇ ,અને કવિતાબેન પ્રમોદભાઇ ગરો પોલીસ સ્ટેશને આવી ખોટી રીતે રીક્ષા ડીટેઇન કરેલ છે તેમ કહી બકવાસ કરતા હતા ત્યારે કીરીટ પીધેલો જણાતાં પકડી લેવા કહેતાં અમીતભાઇ, જયાબેન અને કવિતાબેને ચેમ્બરમાં દોડી આવી તમો દારૂ પીઓ છો તેમ કહી સામી દલીલ કરતાં શાંતી રાખવા કહેતાં બધા ઉશ્કેરાઇ ગયા હતા અને પીઆઇ સોલંકીનો યુનિફોર્મનો કોલર પકડ્યો હતો જે છોડાવવા જતાં શર્ટ અને ગંજી ફાટી ગઇ હતી. જયાબેન અને નયનાબેને બચકુ ભરી લીધું હતું. મહિલા પોલીસ કર્મી ગૌરીબેનના હાથ પર ટેલીફોન મૂકવાનું સ્ટેન્ડ મારતાં ફેક્ચર થઇ ગયું હતું.આ સમયે અમીત સોનીએ પીઆઇ શું કરી લેશે તેમ કહી બેફામ શબ્દો બોલ્યા હતા જ્યારે ઉપરાણું લઇને આવેલા મોહસીન પઠાણે હું ક્રાઇમ કરપ્શન કંટ્રોલ એસો.નો ડીટેકટીવ ઓફીસર છું તેમ કહી ઉશ્કેરણી કરતાં જયાબેન અને કવિતાબેને આત્મવિલોપની ચિમકી આપી હતી. પીઆઇ એ.પી.સોલંકીએ જણાવ્યું કે ચાલક પીધેલો હોઇ પકડાવી દીધો હતો જેને છોડાવવા આવ્યા હતા.તમામ શખ્સો સામે ફોજદારી અને પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ મુજબ ફરિયાદ દાખલ કરી રાધનપુર કોર્ટમાં રજુ કરવા લઇ જવાયા હતા.આ શખ્સો સામે અગાઉ પણ ફરિયાદ દાખલ થયેલી છું. તપાસ પીએસઆઇ પી.બી.ઝાલા ચલાવી રહ્યા છે

Download Our B K News Today App



Related News