અમીરગઢના ડેરી ગામે વૃધ્ધ ઉપર રીંછનો હિંસક હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-03 12:26:40
  • Views : 468
  • Modified Date : 2019-06-03 12:26:40

જેસોર રીંછ અભયારણ્યમાં વધી રહેલા રીંછોના હુમલાથી આજુબાજુના માનવ વસ્તી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમીરગઢ તાલુકાના ડેરી ગામમાં એક વૃદ્ધ ઉપર રીંછ દ્વારા હુમલો કરવામાં આવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને ૧૦૮ની મદદથી દવાખાને લઇ જવાયા હતા.
અમીરગઢ તાલુકાના જેસોર રીંછ અભ્યારણ્યની ચોમેર માનવ વસ્તી વાળો વિસ્તાર છે. ત્યારે ચોમસુ નબળું રહેતા તેમજ ગરમીના તાપમાનનો પારો દિનપ્રતિદિન વધી રહ્યો હોવાથી પ્રથમ દ્રષ્ટિએ જંગલમાં વસવાટ કરતા હિંસક પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં રઝળપાટ કરી રહ્યા છે અને તેના લીધે લોકો પર હુમલાની ઘટના બનતી હોવાનો આક્ષેપ પ્રજા કરી રહી છે.
અમીરગઢ તાલુકાના ડેરી ગામમાં રહેતા રગાભાઈ નગાભાઈ ભીલ પર રવિવારના વહેલી  સવારે કુદરતી હાજતે જવાના સમય રીંછે હુમલો કરતા તેઓના શરીરે ગંભીર ઇજા થઇ હતી. જોકે વૃદ્ધ દ્વારા બુમરાડ કરવામાં આવતા  નજીકના લોકો દોડી આવતા રીંછ જંગલ વિસ્તારમાં નાસી છૂટ્યું હતું. જ્યારે ગંભીર રીતે ગવાયેલા વૃદ્ધને ૧૦૮ના પાઇલોટ અરવિંદભાઈ, ઇએમટી ભવિનભાઈ દ્વારા  પાલનપુર સારવાર માટે લઈ જવાયા હતા.

Download Our B K News Today App



Related News