175 રિક્ષાનું બૂચ મારનાર શખ્સ અંતે ઝડપાયો, હજુ 100થી વધુ તો…

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-10 13:30:55
  • Views : 598
  • Modified Date : 2019-12-10 13:30:55

આજકાલ રાજ્યમાં ચોરોની પણ અજીબો ગરીબ ઘટનાઓ સામે આવતી હોય છે. અમુક ઘટનાઓમાં તો ચારો ફિલ્મોને પણ શરમાવે તેવી કહાની સામે આવતી હોય છે. આવો એક ચોર અમદાવાદમાંથી પોલીસે અંતે દબોચ્યો છે. અમદાવાદના આ ચોર અગાઉ 100 રિક્ષાની ચોરીમાં પાસા હેઠળ જેલમાં જઈ આવ્યો છે, બહાર આવીને બીજી અન્ય 75 રીક્ષાની ચોરી કરી હતી. આ ચોર રિક્ષા ચોરવા માટે એકસ્ટ્રા ઈગ્નિશિયન સોકેટનો ઉપયોગ કરતો હતો. આરોપી ઉમર અગાઉ પણ રિક્ષા ચોરીના 100થી વધુ ગુનામાં બે વાર ઝડપાઈ ચૂક્યો છે.

એક્સ્ટ્રા ઈગ્નિશિયન સોકેટની મદદથી ચાવી વગર 21 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 75થી વધુ રિક્ષાની ચોરી કરનાર ઉમર ચોરને ઝડપી લઈને ક્રાઈમબ્રાંચે ચોરીની 11 રિક્ષા સહિત રૃ.7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપી ઉમર ચોર રિક્ષા ચોરીને તેમાંથી બેટરી અને સીએનજી કિટના વાલ્વ કાઢીને ભંગારમાં વેચી મારતો હતો. ઉમર ચોર અગાઉ 100 જેટલી રિક્ષા ચોરીના ગુનામાં 2015 અને 2017માં ગુનામાં દોઢ વર્ષ જેટલો સમય જેલમાં રહી ચૂક્યો છે. આ ઉપરાંત 2016માં પાસા હેઠળ તેને જામનગર જેલમાં મોકલી આપ્યો હતો.

ક્રાઈમબ્રાંચની ટીમે બાતમીને આધારે શંકાસ્પદ રિક્ષા સાથે જમાલપુર મુંડા દરવાજા ટેલિફોન એક્સ્ચેન્જ પાસેથી ઉમર યુસુફ મેડીવાલા (ઉં,42) રહે, છીપાવાડ, જમાલપુરને ઝડપ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીએ શહેરના 21 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 75 જેટલી રિક્ષા ચોરીની કબૂલાત કરી હતી.

આરોપી રિક્ષા ચોરી બેટરી અને સીએનજી કિટના વાલ્વ કાઢીને બિનવારસી મૂકી દેતો હતો. ચોરી કરેલી આવી 11 રિક્ષાઓ આરોપીએ બતાવી હતી. ક્રાઈમબ્રાંચે ચોરીની 11 રિક્ષા, 13 બેટરી અને સાત સીએનજી કિટના વાલ્વ મળીને કુલ્લે રૃ. 7,20,500નો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપી ઉમર અગાઉ પણ રિક્ષા ચોરીના 100થી વધુ ગુનામાં બે વાર ઝડપાઈ ચૂક્યો છે

Download Our B K News Today App



Related News