CNGના 81.59 પૈસા પહોંચતાં રિક્ષાચાલકો અકળાયા, મિનિમમ ભાડુ વધારાશે તો નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-12 10:49:49
  • Views : 242
  • Modified Date : 2022-04-12 10:49:49

CNGના ભાવ વધતા રિક્ષાચાલકોની હાલત કફોડી

રિક્ષાચાલકો દ્વારા ભાડુ વધારવા માગ 

મિનિમમ ભાડુ 30 રૂપિયા કરવા માગ 

હાલ CNGનો ભાવ 81 રૂપિયા 59 પૈસા પ્રતિકિલો 

 

CNGના ભાવ વધતા રિક્ષાચાલકોની હાલત કફોડી

રાજ્યમાં CNGના ભાવમાં એપ્રિલ માસમાં ફરી એકવાર વધારો ઝિંક્યો છે. 1 એપ્રિલે CNGના ભાવમાં રૂ. 5નો તોતિંગ વધારો કરવામાં આવ્યા બાદ 7 એપ્રિલે ફરી રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. તેના પગલે હવે અમદાવાદમાં CNGનો ભાવ રૂ. 81.59 પર પહોંચી ગયા છે. આમ, પ્રથમ વખત CNGનો ભાવ રૂ. 80ને પાર કરી ગયો હોઈ રિક્ષાચાલકોની સ્થિતિ કફોડી બની છે.

 

એપ્રિલ માસમાં પણ 2 વખત વધારો થઈ ચૂક્યો છે

CNGમાં થયેલા ભાવ વધારાના પગલે રિક્ષાચાલકોએ ઠેરઠેર વિરોધ પ્રદર્શન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ અને એપ્રિલમાં મળી કુલ 38 દિવસના ટૂંકા ગાળામાં જ CNGનો ભાવ રૂ. 11.50 વધી ગયો છે. માર્ચ માસમાં ભાવોમાં 3 વખત વધારો થયા બાદ એપ્રિલ માસમાં પણ 2 વખત વધારો થઈ ચૂક્યો છે. 

 

CNGના ભાવમાં વધારો થતાં રિક્ષાચાલકોમાં ભારે રોષ

અમદાવાદમાં એપ્રિલ માસમાં ફરીવાર અદાણી CNGના ભાવમાં વધારો થતાં રિક્ષાચાલકોમાં ભારે રોષ છે. અમદાવાદમાં અત્યાર સુધી CNGનો ભાવ રૂ. 79.59 હતો. જેમાં ગુરુવારે રૂ. 2નો વધારો કરવામાં આવતા હવે ભાવ રૂ. 81.59 પર પહોંચી ગયા છે. CNGના ભાવોમાં થઈ રહેલા સતત વધારાના પગલે રિક્ષાચાલકો CNG તથા  વપરાશકર્તા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. 

 

મિનિમમ ભાડુ નહીં વધારે તો  હડતાળ પર ઉતરવાની ચીમકી

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોના વિકલ્પ તરીકે CNGને પસંદ કરનારા લોકોને પણ પસ્તાવવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં CNGના ભાવ રૂ. 80ને પાર પહોંચી ગયા છે.ત્યારે રિક્ષાચાલકોની માંગ છે કે, મિનિમમ ભાડુ 30 રૂપિયા સુધી નહીં વધારાય તો હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.  

 

 

Download Our B K News Today App



Related News