આર્મીના નિવૃત્ત કર્નલે સેના સહિત સરકારી વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ માટે 180 યુવાનને તાલીમ આપી, કહ્યું: 'વેતન નહીં વતન માટે કામ કરૂ છું'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-21 16:27:35
  • Views : 524
  • Modified Date : 2020-08-21 16:27:35

       21 ઓગસ્ટના રોજ સિનિયર સિટીઝન ડેની ઉજવણી કરવામાં આવે છે. સરકારી-અર્ધસરકારી નોકરીઓમાંથી નિવૃત્ત થનાર અનેક એવા લોકો છે. જે નિવૃત્તિ બાદ પણ સમાજની સેવામાં પ્રવૃત્ત છે. જેમાંથી એક છે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતા નિવૃત્ત કર્નલ વિનોદ ફલનીકર. તેઓ 75 વર્ષની ઉંમરે પણ ભારતીય સેના, પોલીસ વિભાગ તેમજ સરકારના વિવિધ સરકારી વિભાગમાં ઉચ્ચ હોદ્દા ઉપર જવા ઇચ્છતા યુવાનોને તાલીમ આપી રહ્યા છે. કર્નલ કહે છે કે, હું વેતન માટે નહીં પરંતુ, વતન માટે કામ રહ્યો છું. અને દેશ માટેનું મારૂ ઋણ અદા કરી રહ્યો છું.રેજિમેન્ટ ઓફ તોપખાના રેજિમેન્ટને રાષ્ટ્રીય વિરતા પુરષ્કાર અપાવનાર કર્નલ વિનોદ ફલનીકરે અત્યાર સુધીમાં કર્નલ 180 યુવાનને સેના સહિત વિવિધ સરકારી વિભાગના ઉચ્ચ હોદ્દા ઉપર જવા માટેની તાલીમ આપી ચૂક્યા છે. અને હાલ ઓનલાઇન તાલીમ આપી રહ્યા છે. નિવૃત્ત કર્નલે જણાવ્યું કે, સેનામાંથી મને મળેલી તાલીમ હું યુવાનોને આપીને દેશ પ્રત્યેનું મારૂ રૂણ અદા કરી રહ્યો છું. જેમાં મારી પત્ની વૈશાલી પણ મારી સાથે કામ કરી રહી છે.1971ના યુદ્ધમાં ભાગ લઇ ચુકેલા અને વર્ષ-2003માં ભારતીય સેનાના રેજિમેન્ટ ઓફ તોપખાનામાંથી કર્નલ તરીકે વડોદરામાં નિવૃત્ત થયેલા વિનોદ ફલનીકરે જણાવ્યું હતું કે, દેશના યુવાનો ભારતીય સેના, પોલીસ તંત્ર, તેમજ દેશના વિવિધ સરકારી વિભાગમાં ઉચ્ચ હોદ્દા ઉપર જવા માટે પ્રયત્નો કરતા હોય છે. સેનામાં જવું હોય કે પછી કોઇ પણ સારી નોકરી મેળવવા માટે કેવી રીતે તૈયારીઓ કરવી, કેવી રીતે ઇન્ટરવ્યું આપવું અને મેનર્સ અંગે મુંઝવણમાં હોય છે. ક્યારેક આ વિષયો અંગે તમે જ્ઞાન ન હોય તો નોકરી મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. જે રીતે બોક્સિંગમાં મોઢા ઉપર આવતા પંચનો બચાવ કરવાનો હોય છે. તે રીતે સેના સહિતની સરકારી ઉચ્ચ હોદ્દા ઉપર જવા માટે તૈયાર રહેવું પડતું હોય છે. જેથી હું આવા યુવાનોને ઓફિસર ગ્રેડમાં જવા માટે 15 જેટલા વિષયો ઉપર તાલીમ આપી રહ્યો છું. વેબસાઇટ અને પુસ્તકો ઉપર તમામ પ્રકારનું સાહિત્ય મળી રહે છે. પરંતુ, તેનો ઉપયોગ બહું ઓછા લોકો કરે છે.

Download Our B K News Today App



Related News