હોટલમાં ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગની અસર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-03 14:08:41
  • Views : 336
  • Modified Date : 2020-03-03 14:08:41

હિંમતનગર પંથકથી વરાણા ધામે દર્શનાર્થે આવેલા પરિવારજનોએ સમી બાસ્પા વરાણા માર્ગ પર આવેલી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખની ખોડીયાર  હોટેલમાં ભોજન આરોગ્યા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થતાં ૧૧ જેટલા લોકોને સમી રેફરલ હોસ્પિટલ તેમજ ધારપુર હોસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડાયા હતા. જેમાં પાટણ જિલ્લાના વરાણા ખાતે સોમવારે હિંમતનગર પંથકના કેટલાક યાત્રાળુંઓ દર્શનાર્થે આવ્યા હતા. જેમાં દર્શન કરીને સૌ પરિવારજનો સાથે હિંમતનગર જવા રવાના થયા હતા. ત્યારે સમી બાસ્પા વરાણા માર્ગ પર આવેલી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલની ખોડીયાર હોટલ ઉપર ઉપરોક્ત પરિવારજનો જમવા માટે રોકાયા હતા અને જમ્યા બાદ પરિવારના ૧૧ જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં તેઓને સમી રેફરલ હોસ્પિટલ અને પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા.આમ આ અંગે આરોગ્ય વિભાગની ટીમે પણ હોટલની રસોઈની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું  જાણવા મળ્યું હતું.આમ આ અંગે હોટલ માલિક અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈએ તેમની હોટલમાં આ લોકોએ હજી જમવાનું પણ શરૂ ન કર્યું હોય ત્યાં તેઓને ઊલટીઓ ચાલું થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. આ લોકો પૈકીના કેટલાક આગળથી કોઈ કેફી નશો કરીને કે કોઈ અન્ય વસ્તુઓ આરોગીને આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. ધારપુર સારવાર અર્થે ખસેડાયેલા એક વ્યક્તિને રિપોર્ટ કરાવવા જણાવતાં તે વ્યક્તિએ સારવાર કરાવવાનો ઈન્કાર કરી ચાલતી પકડી હોવાનું કહીં હોટલને બદનામ કરવા કોઈ ચોક્કસ લોકો દ્વારા ષડયંત્ર રચાયું હોવાનું કહ્યું હતું.

Download Our B K News Today App



Related News