લોદ્રાણી ફીડરમાંથી અપાતા વીજ પુરવઠામાં કાપને લઇ રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 12:03:42
  • Views : 441
  • Modified Date : 2020-08-08 12:03:42

    ટડાવ સબ સ્ટેશનમાં આવેલ લોદ્રાણી ફીડરમાં દરરોજ વિજ કાપને લઇ લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. જેને લઇ વાવ તાલુકા સરપંચ સંગઠન દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરી બે દિવસમાં પ્રશ્ન હલ નહિ થાય તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.ટડાવ સબ સ્ટેશનમાંથી ભાખરી, સ્પ્રેડા, બુકણા, ગોલગામ જેવા ગામોને વીજપુરવઠો પૂરો પાડેે છે. જેમાં વારંવાર વિજ કાપને લઇ લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠે છે. સામાન્ય વરસાદના છાંટા પડે તો પણ વિજ કાપ થઇ જાય છે.બપોરે સાંજે જમવાના ટાઇમે રાતે સુવાના ટાઇમે વિજ કાપ થાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ નિવાડો ન આવતા લેખિત રજુઆત કરાઈ હતી.

Download Our B K News Today App



Related News