ડબલ લોકડાઉન પછી હવે પ્રી-વેડિંગ શૂટ માટે કપલ્સ અને બરફવર્ષાનો આનંદ માણવા પર્યટક કાશ્મીર આવી રહ્યાં છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-27 12:28:05
  • Views : 403
  • Modified Date : 2020-11-27 12:28:05

  •     એક રિપોર્ટ પ્રમાણે, કાશ્મીરની ઈકોનોમીને 2019માં ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે 17,800 કરોડ રૂપિયાનું નુકસાન થયુંકુલ 4.9 લાખ નોકરીઓ છૂટી, જેમાં ટૂરિઝન સેક્ટરમાં 1 લાખ 40 હજાર 500 લોકોની નોકરી ગઈ, 9,191 કરોડ રૂપિયાનું નુકસાન થયુંકાશ્મીરમાં ટૂરિઝમ ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. જેમ જેમ ઠંડી વધી રહી છે, તેમ તેમ અહીંયા પર્યટકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ગત સપ્તાહે જ અહીંયા બરફવર્ષા શરૂ થઈ છે અને ટૂરિસ્ટ આવવાના શરૂ થઈ ગયા છે. આ કાશ્મીર માટે સારા સમાચાર છે. કારણ કે, ટૂરિઝન અહીંયાની ઈકોનોમીની બેકબોન છે.ચંદીગઢના રહેવાસી શાલિની અને તેમના મંગેતર સોનુએ પ્રી-વેડિંગ શૂટ માટે કાશ્મીરને પસંદ કર્યું છે. બન્નેનું માનવું છે કે આનાથી સુંદર જગ્યા બીજી કોઈ નથી. બન્ને મંગળવારે ડાલ સરોવર પહોંચ્યા અને ત્યાં ફોટો શૂટ કર્યું. શાલિની કહે છે કે મને કાશ્મીરનું વાતાવરણ ખુબ જ ગમે છે.
  •     ડાલ સરોવર જોવું મારું સપનું હતું, જે પુરુ થઈ ગયું.ફોટોગ્રાફી માટે કાશ્મીર કરતા સારી જગ્યા કોઈ નથીશાલિની સાથે વધુ 8 લોકો કાશ્મીર આવ્યા છે. કોરોનાના જોખમ અંગે તેમનું કહેવું છે કે જીવનને વાઈરસની બીકે બાંધી ન શકાય. ફોટો શૂટ માટે તેમની સાથે આવેલા રાજકુમારે જણાવ્યું કે, એક ફોટોગ્રાફના પોઈન્ટ ઓફ વ્યૂથી કાશ્મીર કરતા સુંદર સ્થળ કોઈ હોઈ જ ન શકે. અમારા માટે આખા વર્ષમાં બે મહિના જ કમાણી થાય છે. ગત વર્ષે લોકડાઉનના કારણે ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું.ગત વર્ષે 5 ઓગસ્ટે આર્ટિકલ 370 હટાવ્યા પહેલા સરકારે બહારના લોકો માટે કાશ્મીર છોડવાની એડવાઈઝરી જાહેર કરી હતી. એ વખતે 5.2 લાખથી વધુ મજૂર અને વિદ્યાર્થીઓ અહીંયાથી ચાલ્યા ગયા હતા. આનાથી કાશ્મીરની ઈકોનોમીને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું.
  •     આર્ટિકલ 370 હટાવાયા પછી કાશ્મીરમાં બે મહિના સુધી ફોન અને ઈન્ટરનેટ સર્વિસ બંધ રહી. સરકારે ત્રણ મહિના પછી એડવાઈઝરી પાછી લઈ લીધી, પણ ટૂરિસ્ટ પાછા ન આવ્યા.તારિક કહે છે કે કાશ્મીર ટૂરિસ્ટ બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે સારા સમાચાર છે કે હવે લોકો અહીંયા આવી રહ્યાં છે. જો કે કોરોનાના વધી રહેલા કેસથી બીક પણ લાગી રહી છે કે આનાથી ગતિ પર બ્રેક ન લાગી જાય. સરકારે કાશ્મીરમાં ટૂરિઝન પહેલાની જેમ કરવા માટે પહેલ કરવી જોઈએ. અવેરનેસ પ્રોગ્રામ શરૂ કરવા જોઈએ, જેથી લોકોને લાગે કે કાશ્મીર તેમના માટે સેફ છે.
  •                

Download Our B K News Today App



Related News