નાગપુર: રેપનો પ્રયાસ કરનારા યુવકને નગ્ન કરીને ફેરવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-02 13:39:25
  • Views : 469
  • Modified Date : 2019-12-02 13:39:25

મહારાષ્ટ્રની શિયાળુ રાજધાની સમા નાગપુર શહેરમાં એક બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરવા જતાં ઝડપાયેલા યુવકને પહેલાં તો લોકોએ બરાબરનો ધીબેડ્યો હતો. ત્યારબાદ નગ્ન કરીને સમગ્ર શહેરમાં ફેરવ્યો હતો.નાગપુરના પારડી વિસ્તારમાં બનેલી આ ઘટના છે. રવિવારે ચાર વર્ષની એક બાળકી પર રેપ કરવાનો પ્રયાસ કરતાં 35 વર્ષનો એક આદમી ઝડપાઇ ગયો હતો. લોકેાએ એને ઢોરમાર માર્યો હતો. એ પછી એને નિર્વસ્ત્ર કરીને ચારેબાજુ ફેરવ્યો હતો.ત્યારબાદ એને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ જવાહર વૈદ્ય નામનો આ માણસ  એક સહકારી બેંકના ડેઇલી કેશ કલેક્શન એજન્ટ તરીકે કામ કરે છે. એ નિયમિત રૂપે પેલી બાળકીને ત્યાં પણ ઉઘરાણી માટે જતો હતો.રવિવારે બાળકીને એકલી જોઇને એની દાઢ સળકી હતી. એણે બાળકી સાથે ગેરરીતિ આચરવાની શરૂઆત કરી એટલામાં બાળકીની માતા આવી જતાં એણે રાડારાડ કરી એટલે વૈદ્ય ઝડપાઇ ગયો. લોકોએ પહેલાં તો એને ઢોરમાર માર્યો. પછી એના હાથ પીઠ પાછળ બાંધી દઇને એને નગ્નાવસ્થામાં શહેરમાં ફેરવ્યો હતો.




Download Our B K News Today App



Related News