પાટણના પુરાતન દરવાજાઓના રીનોવેશનની માંગ કરતા પ્રજાજનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 12:00:56
  • Views : 581
  • Modified Date : 2019-04-28 12:00:56

પાટણની રાણકી વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતાની સાથે દેશ-વિદેશના પર્યટકો
પાટણની રાણકી વાવ નિહાળવા આવી રહ્યા છે. બીજી તરફ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્લ્ડ હેરિટેજ રાણકી વાવને રૂપિયા સોની ચલણી નોટમાં
પણ સ્થાન અપાયું હોય જેના કારણે પાટણની પ્રભુતા દેશ વિદેશમાં પ્રસરી છે. ત્યારે પાટણ શહેરના ફરતે આવેલા પુરાતન ૧૨ દરવાજા અને ૧૩ મી બારીના રીનોવેશન માટે પણ
પુરાતત્વ ખાતા દ્વારા પ્રયાસો હાથ ધરાય તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા
પાણી છે.
થોડાં સમય અગાઉ પુરાતત્વ વિભાગ દ્વારા શહેરના છીડીયા દરવાજાને લાખો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરી નવુ ઓપ
આપવામાં આવ્યું છે. તેવી જ રીતે રાણકી વાવ માર્ગ પર આવેલા ફાટીપાળ દરવાજા અને અઘારા દરવાજાની પણ રીનોવેશનની કામગીરી પુરાતત્વ વિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ પાટણના  નગરજનોમાં પ્રબળ બનવા પાણી છે. આ બાબતે પાટણના રહીશોએ પણ પોતાના મંતવ્યો રજૂ કરી પુરાતત્વ વિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ માર્ગ પર આવેલા છીડીયા દરવાજાની જેમ અઘારા દરવાજા અને ફાટીપાળ દરવાજા સહિતના પુરાતત્વ દરવાજાઓનું પણ રીનોવેશન કરવામાં આવે તેવી અપીલ કરી છે.
આભાર - નિહારીકા રવિયા

Download Our B K News Today App



Related News