10 લાખની લાંચ માંગતા ઝડપાયેલા તાપીના DEOના રિમાન્ડ હોસ્પિટલમાં જ પૂરા! છેલ્લા 5 દિવસથી હોસ્પિટલમાં દાખલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-23 17:29:14
  • Views : 1204
  • Modified Date : 2020-10-23 17:29:14

            10 લાખની લાંચ માંગતા ઝડપાયેલા તાપીના DEOના ત્રણ દિવસના રિમાન્ડ હોસ્પિટલમાં જ પૂરા થઈ ગયા છે. જોકે, એસીબી 10 લાખની માંગને લઈને કોઈ તપાસ કરી શકી નથી અને છેલ્લા 5 દિવસથી શિક્ષણાધિકારીની હોસ્પિટલમાંથી રજા થવાની રાહ જોઈ રહી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, શિક્ષણાધિકારીની સ્કૂલની માન્યતા રદ ન કરવા માટે 10 લાખની લાંચ માંગી હતી. જેમાં ગત 17 ઓક્ટોબરના રોજ શિક્ષણાધિકારી અને ક્લાર્કની ધરપકડ કરવામાં આવી હતી.તાપી જિલ્લાના વ્યારાના વીરપુર ગામ ખાતે આવેલી વિધાયકુંજ શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઇ મંગળભાઇ પટેલ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટિસ આપી હતી. જે મુદ્દાઓની પુર્તતા શાળા તરફથી કરાતા ફરીથી અમુક મુદ્દાઓની પુર્તતા સાથે ફરીથી નોટિસ શાળાના આચાર્યને મોકલવામાં આવી હતી. આ બાબતે આચાર્યએ રૂબરૂમાં શિક્ષણાધિકારીની મુલાકાત કરી પુર્તતા અંગે ખુલાસો કરતા નોટિસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરી હતી.સ્કૂલના આચાર્ય લાંચની રકમ આપવા માંગતા ન હોય તાપી એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે ગત રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જોકે, છટકા દરમિયાન શિક્ષણાધિકારીએ આચાર્યને ક્લાર્ક રવિ રવિન્દ્રકુમાર ઉર્ફે જીગો શંકરલાલ પટેલને લાંચની રકમ આપવા જણાવ્યું હતું, જેથી ગત 17 ઓક્ટોબરના રોજ આચાર્ય લાંચની રકમ લઇ રવિન્દ્રકુમાર આપવા જતા શિક્ષણાધિકારીને એસીબીના છટકાંની જાણ થતા લાંચની રકમ સ્વીકારી ન હતી. લાંચના છટકા દરમિયા એકત્રીત થયેલ પુરાવામાં શિક્ષણાધિકારી અને રવિન્દ્રકમાર એકબીજાની મદદગારીમાં 10 લાખની લાંચની માંગણી કરેલ હોવાથી બન્ને આરોપી વિરૂધ્ધમાં લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવી ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓના કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા સેશન્સ કોર્ટ વ્યારા ખાતે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેથી કોર્ટ દ્રારા 21 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.શિક્ષણાધિકારીના રિમાન્ડ મેળવ્યા બાદ તેમને શારીરિક ચેકઅપ માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનું પ્રેશર વધારે આવતાં સારવાર માટે એડમીટ કર્યા હતા. છેલ્લા પાંચ દિવસથી શિક્ષણાધિકારી હોસ્પિટલમાં દાખલ છે અને એસીબી દ્વારા કોઈ પૂછપરછ પણ કરાઈ હતી. ત્રણ દિવસના રિમાન્ડ પણ પૂર્ણ થઈ ગયા છે. એસીબી શિક્ષણાધિકારીની હોસ્પિટલમાંથી રજા થવાની રાહ જોઈ રહી છે. આ સાથે એસીબી વધુ રિમાન્ડની તજવીજ હાથ ધરે તેની શક્યતાઓ રહેલી છે. જોકે, એસીબીએ આ મામલે કોઈ ફોડ પાડ્યો નથી.શિક્ષણાધિકારી ભરત પટેલના બેડરૂમમાં બોક્સ પલંગમાં વિવિધ બ્રાન્ડની ચાર દારૂની બોટલ કિંમત 4980 મળી આવ્યા હતા. એસીબીએ વ્યારા પોલીસને દારૂની બોટલો જમા કરાવી શિક્ષણ અધિકારી વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો પણ નોંધાવ્યો હતો.

Download Our B K News Today App



Related News