નર્મદા નદીના પાણી ઓસરતાં ચાંદોદના લોકોને રાહત , મલ્હારરાવ ઘાટના 50 પગથિયાં દેખાયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-03 13:29:31
  • Views : 361
  • Modified Date : 2020-09-03 13:29:31

      નર્મદામાં આવેલા પૂરના પાણી નદી કિનારાના ગામોમાંથી ઓસરવા લાગતાં ચાંદોદવાસીઓએ રાહત અનુભવી છે. જનજીવન ફરી પૂર્વવત થઇ રહ્યું છે. સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પૂરના પાણીને કારણે ચાંદોદ, કરનાળી, નંદેરીયા, ભીમપુરા ગામોમાં પૂરના પાણી પ્રવેશતાં ચાર ચાર દિવસથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જેની જનજીવન પર વ્યાપક અસર થઇ હતી.ગત મંગળવારની મોડી રાત્રીથી નર્મદાના પાણી ઓસરવા લાગતાં ગામમાં પ્રવેશેલા પાણી વિવિધ વિસ્તારોમાંથી ઓસરી સવાર થતા વિવિધ ઘાટો પર પાછા વળ્યા હતા. પાણી ઓસરી જતાં ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 50 પગથિયા હવે પાણીની બહાર આવ્યા છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવેલ હોડી વ્યવહાર પુનઃ શરૂ થયો હતો. પાણી ઓસરતાં દુકાનદારો, નાવિક શ્રમજીવીઓ, ગ્રામ પંચાયત તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડના સફાઈ કર્મચારીઓ દ્વારા સાફ સફાઇ હાથ ધરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News