ધાનેરા રેલ્વે પુલ નીચે ખોદકામ કરતા પડ્‌યું ગાબડું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 12:42:24
  • Views : 444
  • Modified Date : 2020-01-09 12:42:24


ધાનેરા ખાતે રેલ્વે પુલ બનાવવાનું કામકાજ ચાલી રહ્યુ છે. ત્યારે પુલ માટે થાંભલાઓ ઉભા કરવા માટે પુલની બાજુમાં જ ખોદકામ કરવામાં આવતા પુલના નીચેથી જમીન સરકી જતાં ગામડું પડી જવા પામ્યું હતું. જેથી થોડો સમય ટ્રાફિક બંધ કરાવીને તે જગ્યાએ રેતી પુરવાનું કામ કરેલ. પરંતુ આ પુલ ઉપર ચાલતા વાહનો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા હતા.ધાનેરામાં હાલમાં જે પુલ છે તે સાંકડો હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે અને જે નવો પુલ બનાવવાની કામગીરી છે તે પણ મંદગતીએ ચાલતી હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે વધારામાં બપોરના સુમારે રેલ્વેના આ પુલની બાજુમાં નવા પુલ માટે પિલ્લર ભરવાનો હોવાથી ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે અચાનક રેલ્વેના આ સાંકડા પુલના નીચેથી માટી સરી પડતા મોટુ ગાબડું પડ્‌યું હતું. જેના કારણે પુલના કોન્ટ્રાકટર દ્વારા થોડા સમય માટે આ પુલ ઉપર વાહન વ્યવ્હાર બંધ કરાવ્યો હતો અને ત્યાર પછી થોડી માટી નાખીને રસ્તો ચાલુ કરાવેલ. પરંતુ ક્યારેક મોટા વાહનો નીકળશે ત્યારે આ પુલ બેસી જવાની પુરેપુરી સંભાવનાઓ જોવા મળી રહી છે. ત્યારે આટલુ કામ ચાલતુ હોવા છતાં કોઇપણ પ્રકારનું ડાયવર્ઝન પણ આપવામાં આવેલ ન હોવાથી વાહનચાલકો મોતના જોખમે આ પુલ પાર કરી રહ્યા છે.


Download Our B K News Today App



Related News