25 બાળકોને થયો રિકવરિંગ કોરોના નામનો રોગઃ 6 મહિનાથી લઇને 18 વર્ષના યુવામાં જોવા મળ્યો મલ્ટિસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-23 13:21:21
  • Views : 655
  • Modified Date : 2020-08-23 13:21:21

            સુરતમાં 25 જેટલાં બાળકોમાં રિકવરિંગ કોરોના થયો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કોરોનાના રોગમાંથી મુક્ત થઈ ગયા પછી જ્યારે દર્દીના શરીરમાં એન્ટી બોડી ડેવલપ થતા હોય છે, ત્યારે માત્ર 6 મહિનાથી લઈને 18 વર્ષ સુધીના લોકોમાં એક ખાસ પ્રકારનો રોગ જોવા મળી રહ્યો છે જેને રિકવરિંગ કોરોનો કહી શકાય છે. જો યોગ્ય સારવાર લેવામાં ન આવે તો બાળકના હાર્ટ, લિવર, ફેફસા જેવા અંગો ડેમેજ થઈ શકે છે. યોગ્ય સારવારથી બાળક માત્ર 3થી 4 દિવસમાં રિકવર પણ થઈ શકે છે.હાલ સુરતમાં મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન અથવા તો રિકવરિંગ કોરોનાના કેસ જોવા મળ્યા છે. જે બાળકોને કોરોના સારો થઈ ગયો હોય ત્યાર બાદ તેમને બે અઠવાડિયાથી 4 અઠવાડિયા સુધીમાં આ લક્ષણો દેખાઈ શકે છે. ખાસ કરીને આ બિમારી 6 મહિનાથી 18 વર્ષના લોકોમાં થાય છે અને જો યોગ્ય ટ્રીટમેન્ટ ન લેવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. એન્ટી બોડી બને ત્યારે એન્ટી બોડી ડેવલપ થતાં હોય ત્યારે કિડની, ફેફસા, હાર્ટ, લિવરને અસર થાય છે. ન્યુયોર્ક અને મુંબઈમાં પણ આ પ્રકારની બિમારી સામે આવી છેમેં અત્યાર સુધીમાં આ બિમારી ધરાવતા 7 બાળકોની સારવાર કરી છે જેમાંથી બે કેસ આવ્યા છે તે વિચિત્ર પ્રકારના છે. કારણ કે બંને કેસમાં બાળક અને તેના પરિવારમાં કોઈ પણ વ્યક્તિને કોરોના થયો ન હતો. જેમા પહેલા કેસમાં 2 વર્ષની બાળકી છે તેમના ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિને કોરોના થયો નથી. આ કોરોના કાળમાં બહાર નિકળી જ નથી. તેને કોરોનાના એક પણ લક્ષણો દેખાયા નથી. તે અચાનક જ તેની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ કરવામાં આવ્યો પરંતુ આ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો. તેનો એન્ટી બોડી ટેસ્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે, એન્ટી બોડી ડેવલપ થઈ ગયા છે એટલે કે, તેને કોરોના હતો અને જાતે જ સારો થઈ ગયો છે. હવે તેને રિકવરિંગ કોરોના થયો છે તેની સારવાર ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News