કચ્છમાં રેકોર્ડબ્રેક 211 ટકા વરસાદ : 40 કલાકમાં જ સિઝનનો 48 ટકા ખાબક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 14:44:15
  • Views : 389
  • Modified Date : 2020-08-25 14:44:15

       કચ્છમાં મેઘરાજા એવા તો મનમુકીને વરસ્યા છે કે હવે લીલા દુકાળની ચિંતા ખેડૂતોને સતાવી રહ્યી છે. હવે વરાપર નહીં નીકળે તો ખેડૂતોને મોટાપાયે નુકસાન થશે. કચ્છમાં 40 કલાકમાં સિઝનનો 48 ટકાથી વધારે વરસાદ ખાબકી ગયો છે ! મોસમનો કુલ વરસાદ 211 ટકા વરસાદ પડી ગયો હતો. રવિવારે રાત્રિના 10 વાગ્યાથી સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી જિલ્લાના અબડાસામાં અનાધાર 9 ઇંચ, ભચાઉ અને લખપતમાં 6, ભુજ-રાપરમાં 5.5, અંજાર-નખત્રાણા અને મુન્દ્રામાં 4, માંડવીમાં 4.5, ગાંધીધામમાં 3.5 વરસાદથી જિલ્લો જળમગ્ન બન્યો છે.રવિવારે જિલ્લામાં 6 ઇંચથી લઇને એક ઇંચ સુધીના વરસાદ બાદ રાત્રિ દરમિયાન અને સોમવારે સવારે મેઘરાજા મનમુકીને વરસ્યા હતાં. બપોર બાદ કેટલાક તાલુકામાં મેઘરાજાએ વિરામ કર્યો હતો. જોકે લખપત અને અબડાસામાં મન મુકીને વરસાદ વરસ્યો હતો. સોમવારે ગત વર્ષનો 186 ટકા વરસાદનો આંક પણ વટાવી ગયો હતો. અને જોત-જોતામાં ન અધધ 211 ટકા વસરાદ પડી ગયો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે રવિવારે સવારે 6 વાગ્યા સુધી 162 ટકા વરસાદ હતો. ત્યાર બાદ 40 કલાકમાં 48 ટકા વરસાદ પડી ગયો છેકચ્છના સરેરાશ વરસાદ 412 મીમીની સામે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી 872 મીમી વરસાદ વરસી ગયો છે ! જિલ્લાના અનેક વિસ્તારોમાં ખરીફ પાકને નુકસાન થયું છે. ગામોને જોડતા માર્ગો અને પુલો ધોવાઇ ગયા છે. ટપ્પર, કોયલા, સુવઇ જેવા મધ્યમ કક્ષાના ડેમો ઓગની ગયા છે. તો નાની સિંચાઇના પણ અનેક ડેમ ઓવરફ્લો થયા છે. અંજારના અનેક ગામોને જોડતા માર્ગો સાવચેતીના લીધે બંધ કરાયા હતાં. નખત્રાણામાં એક જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી.

Download Our B K News Today App



Related News