રેકોર્ડ બ્રેક / રોકીભાઈએ તોડયા બધા રેકોર્ડ, દુનિયાભરમાં કમાણીનાં મામલે RRRને પણ પાછળ છોડી, જાણો આંકડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-17 12:39:15
  • Views : 229
  • Modified Date : 2022-05-17 12:39:15

 

KGF 2નું વર્લ્ડવાઈડ કલેક્શન 1200 કરોડનાં આંકડે પહોંચ્યું 

RRRને છોડી પાછળ 

જલ્દી આવશે KGF 3 

 

KGF 2નું વર્લ્ડવાઈડ કલેક્શન 1200 કરોડનાં આંકડે પહોંચ્યું 

રોકિંગ સ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2ને રિલીઝ થયે પાંચ અઠવાડિયા થઇ ગયા છે, પરંતુ હજુ પણ ફિલ્મ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે હવે દુનિયાભરમાં 1200 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. સાથે KGF 2 એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને પાછળ છોડી છે. 

 

RRRને છોડી પાછળ 
ટ્રેડ એનાલિસ્ટ મનોબલ વિજયબાલા વાતની જાણકારી ટ્વીટ કરીને આપી છે. તેમણે KGF 2નાં પહેલા અઠવાડિયાથી લઈને પાંચમાં અઠવાડિયા સુધીની કમાણીની જાણકારી આપી છે. સમયે KGF 2 વર્લ્ડવાઈડ કલેક્શન 1200.76 કરોડ રૂપિયા છે. જયારે ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મના હિંદી વર્ઝને 427.05 કરોડની કમાણી કરી છે. 

14 એપ્રિલ 2022નાં રોજ કેજીએફ 2 વર્લ્ડવાઈડ રિલીઝ થયું હતું. રિલીઝનાં પહેલા દિવસે ભારતમાં 134 કરોડ રૂપિયાની કમાણી ફિલ્મે કરી હતી. જ્યારે દુનિયાભરમાં પહેલા અઠવાડિયામાં 720.31 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ગયા અઠવાડિયે પ્રોડ્યુસર Vijay Kiragandur કન્ફર્મ કર્યું હતું કે કેજીએફ ચેપ્ટર 3 પણ આવશે, જેનું શુટિંગ ઓક્ટોબર 2022માં શરુ થશે અને 2024માં ફિલ્મ રિલીઝ થશે. 

 

KGF 2 નું બોક્સ ઓફિસ કલેક્શન (વર્લ્ડવાઈડ)  

WEEK 1 - 720 કરોડ રૂપિયા 

WEEK 2 - 223 કરોડ રૂપિયા 

WEEK 3 - 140.55 કરોડ રૂપિયા 

WEEK 4 - 91.26 કરોડ રૂપિયા 

WEEK 5 

DAY 1 - 5.20 કરોડ રૂપિયા 

DAY 2 - 4.34 કરોડ રૂપિયા 

DAY 3 - 6.07 કરોડ રૂપિયા 

DAY 4 - 9.52 કરોડ રૂપિયા 

 

 

Download Our B K News Today App



Related News