તમામ સિક્કા કાયદેસર ચલણમાં છે દુકાનદારોએ તેને લેવા જ પડે : રિઝર્વ બેંક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-29 20:20:34
  • Views : 471
  • Modified Date : 2019-06-29 20:20:34

ભારતીય રિઝર્વ બેંકે તમામ શંકા કુશંકાઓને દૂર કરી આજે કહ્યું હતું કે હાલ ચલણમાં છે તે તમામ સિક્કા કાયદેસરના છે અને તમામને એ સિક્કા સ્વીકારવા જ પડે. કેન્દ્ર સરકાર દ્વારા ચલણમાં મૂકવામાં આવતા સિક્કા રિઝર્વ બેંક બજારમાં મૂકે છે.

બેંકે કહ્યું હતું કે તમામ સિક્કાઓમાં એક ખાસ ફીચર હોય છે જે સમય સમયે વિવિધ થીમ સાથે રજૂ કરાય છે. આ થીમમાં અર્થતંત્ર, સામાજીક બાબતો અને સાંસ્કૃત્તિક વાતોનો સમાવેશ થાય છે.' એવા અહેવાલો મળ્યા હતા કે કેટલાક સિક્કાઓને લઇને લોકોએ શંકા વ્યક્ત કરી હતી. પરિણામે કેટલાક વેપારીઓ એ સિક્કા લેવાની ના પાડી હતી.

દેશના એક ચોક્કસ ભાગમાં આવા સિક્કાઓને કોઇ સ્વીકારતું નથી. અમે તે શંકાને દૂર કરવા ઇચ્છીએ છીએ'એમ કેન્દ્રીય બેંકે આજે એક નિવેદનમાં કહ્યું હતું. રિઝર્વ બેંક જાહેર જનતાને અપીલ કરે છે કે  આવી અફવાઓને માને નહીં અને સિક્કાઓને સ્વીકારવાનું ચાલુ રાખે. કોઇ પણ જાતની શંકા વગર લોકોએ તેનો વ્યવહારમાં ઉપયોગ કરવો જોઇએ.

હાલમાં વિવિધ સાઇઝ અને મૂલ્યના 50 પૈસા, એક,બે, પાંચ અને દસ રૂપિયાના સિક્કા ચલણમાં છે. આરબીઆઇએ એક નિવેદનમાં અલગથી કહ્યું હતું કે  સિક્કાઓ લઇને જતા ગ્રાહકોને તમામ બેંકો પાછા નથી કાઢતી. આરબીઆઇએ સોમવારે તમામ બેંકોને એક પરિપત્ર મોકલી કહ્યું હતું કે  તમામ સિક્કાઓને તેમણે સ્વીકારવા, કારણ કે એ તમામ સાચા છે.

Download Our B K News Today App



Related News