2000ની નોટ એટલે ‘બ્લેક મની’: પાછી ખેંચવા ભાજપના સાંસદ સુશીલ મોદીની માંગ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-13 17:50:32
  • Views : 184
  • Modified Date : 2022-12-13 17:50:32

આજે રાજ્યસભામાં શૂન્ય કલાક દરમ્યાન ભાજપના સાંસદ અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ રૂ. 2000ની નોટને કાળુ નાણું તબદીલ કરવાનું સૌથી સુવિધાજનક સાધન ગણાવતા કહ્યું હતું કે રૂ. 2000ની નોટ એટલે સમજી લો બ્લેક મની. સરકારે આ નોટ તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઇએ એમ મોદીએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 2016ની સાલમાં કેન્દ્ર સરકારે નોટબંધી દાખલ કરી રૂ. 5000 અ રૂ. 1000ના મૂલ્યની નોટોને ચલણમાંથી રદ કરી નાંખી હતી અને નાણાં બજારમાં રોકડનો પ્રવાહ અવિરતપણ ચાલતો રહે તે હેતુથી સરકારે રૂ. 2000ની નોટને ચલણમાં દાખલ કરી હતી, પરંતુ હવે આ નોટને રદ કરી નાંખવા સતત માંગ ઉઠી રહી છે. આજે રાજ્યસભામાં સત્તાધારી ભાજપના જ સંસદ સભ્ય સુશીલ મોદીએ રૂ. 2000ની નોટને બ્લેક મની સાથે સરખાવી હતી અને તેને રદ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે હાલ લોકો કાળા નાણાંને તબદીલ કરવા રૂ. 2000ની નોટનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે.

મોદીએ પોતાની માંગને વધુ મજબૂત બનાવતા તર્ક રજૂ કર્યો હતો કે સરકારે ટુંકા ગાળા માટે રૂ. 2000ની નોટ ચલણમાં દાખલ કરી હતી, તદ્ ઉપરાંત રિઝર્વ બેંકે પણ છેલ્લા ત્રણ વર્ષથી આ નોટને છાપવાનું કામ બંધ કરી દીધું છે. હવે બજારમાં આ નોટો જોવા મળતી નથી, લોકો તેનો સંગ્રહ કરી રહ્યા છે, અ તેનો ઉપયોગ કાળા નાણાં તરીકે થઇ રહ્યો છે. સરકારે આ નોટ ઉપર પ્રતિબંધ મૂકવાનું વિચારવું જોઇએ.

આ નોટને રદ કરી પ્રજાને અગવડ ન પડે એવું સૂચન કરતાં કહ્યું હતું કે સરકારે ત્રણ વ4ષની મુદત આપીને આ નોટને ધીમે ધીમે ચલણમાંથી રદ કરી દેવી જોઇએ. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે પણ તેના 2020-21ના અહેવાલમાં કહ્યું હતું કે હાલ ચલણમાં ઉપલબ્ધ કુલ નોટો પૈકી રૂ. 2000ની નોટની ટકાવારી 17.3 જેટલી રહી ગઇ છે.

Download Our B K News Today App



Related News