100 કરોડથી વધારેની સંપત્તિનો માલિક છે રવીન્દ્ર જાડેજા, આલીશાન ઘર અને ગાડીઓ જોઈને અંજાઈ જશો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-19 14:39:22
  • Views : 233
  • Modified Date : 2022-04-19 14:39:22

 

રવિન્દ્ર જાડેજા દુનિયાના નંબર 1 ઓલરાઉન્ડર 

100 કરોડથી પણ વધારેની છે કમાણી 

લક્ઝરી બંગલો અને કારના છે માલિક

 

રવિન્દ્ર જાડેજા દુનિયાના નંબર 1 ઓલરાઉન્ડર ઘણી વખત બની ચુક્યા છે. તે ખૂબ રોયલ લાઈફ જીવે છે. તે પોતાની જીવનશૈલી માટે પણ જાણીતા છે. રિપોર્ટ્સ અનુસાર રવિન્દ્ર જાડેજાની કુલ સંપત્તિ 13 મિલિયન અમેરિકી ડોલર એટલે કે 100 કરોડ રૂપિયાથી પણ વધારે છે. 

IPLમાં સૌથી વધારે કમાણી 
જાડેજાની આવક અને કુલ સંપત્તિનો મુખ્ય સ્ત્રોત ક્રિકેટ જ છે. તે ઈન્ટરનેશનલ ક્રિકેટ અને આઈપીએલથી સૌથી વધારે કમાણી કરે છે. IPLમાં પણ ઘણી વખત ચેન્નાઈએ તેમને 16 કરોડમાં રિટેઈન કર્યા હતા. તે ચેન્નાઈની તરફથી સૌથી વધારે મોંઘા ખેલાડી પણ બન્યા હતા. 

જામનગરમાં છે લક્ઝરી બંગલો 
ગુજરાતના જામનગરમાં રવીન્દ્ર જાડેજા પાસે એક લક્ઝરી ડિઝાઈનર ઘર પણ છે. બંગલા ઉપરાંત તેમની પાસે એક ફાર્મ હાઉસ પણ છે. તેને મિસ્ટર જડ્ડૂના ફાર્મ હાઉસના નામથી પણ જાણવામાં આવે છે. તેમને ઘોડેસવારીનો શોખ છે. 

લક્ઝરી કારના છે માલિક 
રિપોર્ટ્સ અનુસાર તેમની પાસે એક ક્લેબ કલરની હ્યુન્ડાઈ એક્સેન્ટ અને એક સફેદ ઓડી ક્યૂ 7, બીએમડબ્લ્યુ એક 1 અને હાયાબુસા બાઈક પણ છે. 

 

Download Our B K News Today App



Related News