રેશનિંગની દુકાનમાં સડેલું અને અપુરતું અનાજ અપાતાં મહિલાઓનો હોબાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-20 11:00:00
  • Views : 389
  • Modified Date : 2020-03-20 11:00:00

 પાલનપુરમાં કમાલપુરા વિસ્તારમાં આવેલ રેશનિંગની દુકાનમાં અનાજ સડેલું તથા ઓછું આપતા હોવાના આક્ષેપ સાથે ગુરુવારે મહિલાઓએ હોબાળો મચાવયો હતો. કમાલપુરા વિસ્તારમાં આવેલી આર.એફ.શાહ નામની રેશનિંગની દુકાનમાં દુકાનદાર દ્વારા અપુરતું અને સડેલું અનાજ વિતરણ કરાતું હોવાના આક્ષેપ સાથે ગુરુવારે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. દુકાનદાર દ્વારા અનિયમિત દુકાન ખોલવામાં આવતી હોવાની રજુઆત કરી હતી. રેશન લેવા આવેલા મદિનાબેને જણાવ્યું હતું કે ‘સાંજના સમયે દુકાન બંધ જ જોવા મળે છે અને દુકાનદાર દ્વારા ગ્રાહકો સાથે અણછાજતું વર્તન કરવામાં આવે છે. મહિલાઓના હોબાળાના પગલે દોડી આવેલા મજહર કુરેશીએ દુકાનદારને પાવતીઓ ન અપાતી હોવાનું પૂછતાં દુકાનદારે ગેરવર્તન કરી જણાવ્યું હતું કે ઉપર સુધી મારી પહોંચ છે મારું કોઇ કશું બગાડી શકશે નહી. જો કે પ્રિન્ટ બાબતે દુકાનદારને પુછતાં તેણે સ્વીકાર્યું હતું કે મારી પાસે પ્રિન્ટર ન હોવાથી પ્રિન્ટ નિકાળી શકાતી નથી.’ અનિયમિત દુકાન ખોલવા બાબતે દુકાનદારે જણાવ્યું હતું કે ‘પુરવઠા વિભાગ દ્વારા મને એક દુકાનનો કાયમી અને બીજી દુકાનનો હંગામી પરવાનો અપાયો છે. જેથી સવાર-સાંજ વારાફરથી દુકાન ખોલું છું.’

Download Our B K News Today App



Related News