ધાનેરાની વલાણીબાગ સોસાયટીનો રસ્તો વેચાઇ ગયો બારોબાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-03 12:08:01
  • Views : 457
  • Modified Date : 2019-06-03 12:08:01

ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ પારસ એસ્ટેટ (વલાણીબાગ સોસાયટી) માં ૩૬ પ્લોટ પાડવામાં આવેલ હતા અને વર્ષોથી આ સોસાયટીમાં રસ્તાઓ પ્રત્યે શાંતિ હતી. પરંતુ એક બીલ્ડરે એક સાથે ૬ પ્લોટ ખરીદીને તે રસ્તો બંધ કરી દેતા બીજા પ્લોટ ધારકોને અવર જવર માટેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. અને આ રસ્તા બાબતે કહેવા જતાં તે રસ્તાની જગ્યા ખરીદી લીધેલ હોવાનુ જણાવી રહ્યો છે. પરંતુ સોસાયટીના રસ્તા અને કોમનપ્લોટ કયારેય વેચાતા નથી તેમ છતાં તંત્ર ચુપકેદી સેવી રહ્યુ છે.
ધાનેરામાં સર્વે નં- ૧૯૭ ને બનાસકાંઠા કલેકટર ના હુકમ નં-જમીન સી.જમીન એન.એ.આસ.આર. ૨૭૩ ૧ અ ૬૬૮૮ તા.૧૩/૧૦/૧૯૭૬ થી ૨૫૦૯૦ સ્કે.મીટર જમીનમાં ૩૮ પ્લોટ પાડવા માટે બીનખેતી માં ફેરવવામાં આવી હતી. અને લોકોએ આ પ્લોટોમાં પોતાના મકાનો પણ બનાવ્યા હતા. જેમાંથી ૧૦ જેટલા પ્લોટોમાં મકાનો બાંધવામાં આવેલ ન હતા. પરંતુ થોડા સમય પહેલા ૬ જેટલા પ્લોટો કે જ્યાં બાંધકામ કરવામાં આવ્યુ ન હતુ તેવા પ્લોટો એક બીલ્ડર દ્વારા જેતે સમયના પ્લોટ હોલ્ડરો પાસેથી ખરીદી લેવાયા હતા. અને તેમાં બીજા પ્લોટોને અવર જવર માટેનો રસ્તો પણ હતો પરંતુ આ બીલ્ડરે થોડાક સમય પહેલા આ રસ્તો બંધ કરીને ત્યાં દિવાલ બનાવી દેવામાં આવતાં પાછળ આવેલ પ્લોટ ધારકોને રસ્તો બંધ કરી દેવામાં આવતા તે લોકો મુસ્કેલીમાં મુકાયા છે તેમજ આ બાબતે નગરપાલિકામાં રજુઆત કરવા જતાં ચિફઓફિસરના ઉધ્ધતાઇ ભર્યા જવાબ થી આ લોકોના હાલ બેહાલ થઇ ગયા છે.

Download Our B K News Today App



Related News